વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર 8-10 ઑગસ્ટે થશે ચર્ચા, આ દિવસે PM મોદી આપશે જવાબ

PC: indiatoday.in

સંસદના ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. તો 10 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પર જવાબ આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા બોલાવવામાં આવેલી બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં આ નિર્ણય થયો છે. જાણકારોએ આ માહિતી આપી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર તારીખને લઈને છેલ્લા કેટલાક સમયથી વિપક્ષનો સતત વિરોધ ચાલી રહ્યો છે. બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ કાલે જ ચર્ચા કરાવવાની માગ કરી હતી, પરંતુ તેમની માગ ન માનવા પર વિપક્ષી નેતાઓએ BACની બેઠકથી વોકઆઉટ કર્યું.

જો કે, લોકસભાના સ્પીકરની હાજરીમાં જ આ ચર્ચાની તારીખ નક્કી થઈ ગઈ. સરકારે ભાર આપી કહ્યું કે, એવો કોઈ નિયમ કે પૂર્વતા નથી કે, સદન માટે અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક વિચાર કરવું અનિવાર્ય બતાવે છે. સરકાર તર્ક આપ્યો કે, નિયમ કહે છે કે પ્રસ્તાવ સ્વીકાર થવાના 10 કાર્ય દિવસની અંદર ચર્ચા માટે જવી જોઈએ. લોકસભામાં કોંગ્રેસના સચેતક મણિકમ ટેગોરે કહ્યું કે, INDIA ગઠબંધનની વિપક્ષી પાર્ટી દ્વારા સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મણિપુર મુદ્દા પર નિવેદન આપવાની માગ બાદ લોકસભા સ્થગિત કરી દેવામાં આવી.

તેમણે કહ્યું કે, લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બપોરે થઈ, જેમાં INDIA ગઠબંધનની ઘટક પાર્ટીઓએ અવિલંબ આવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માગ કરી. આ ઈચ્છીએ છીએ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર કાલે જ ચર્ચા થાય. 16મી લોકસભામાં જ્યારે TDP અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી તો તેના આગામી દિવસે લિસ્ટેડ કરવામાં આવી હતી. એટલે વિલંબ ઉચિત નથી. તેના વિરોધમાં INDIA ગઠબંધનના સહયોગી લોકસભા અધ્યક્ષની કાર્ય સલાહકાર સમિતિથી બહાર જતા રહ્યા.

દ્રમુક નેતા ટી.આર. બાલુએ કહ્યું કે, બિઝનેસ સલાહકાર સમિતિની બેઠકથી બહાર જતા રહ્યા કેમ કેમ સરકાર ઇચ્છતી હતી કે 8 ઑગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરાવવા માટેના નિર્ણયનું સમર્થન કરીએ. વિપક્ષી નેતા લોકસભાની પ્રાથમિકતા અને નિયમોનો સંદર્ભ આપતા રહ્યા કે અન્ય બધા સરકારી કામકાજને અલગ રાખ્યા બાદ આવિશ્વાસ પ્રસ્તાવને પહેલા ઉઠાવવો જોઈએ. આ પ્રસ્તાવ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ રજૂ કર્યો અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 26 જુલાઈએ તેને સ્વીકારી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp