માલદીવના નવા રાષ્ટ્રપતિએ ભારતીય દૂતને પહેલી જ મુલાકાતમાં દેખાડ્યા તેવર

PC: livemint.com

ભારત વિરોધી વલણ અપનાવીને માલદીવના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા મોહમ્મદ મુઇજ્જુએ ફરી એક વખત પોતાના તેવર દેખાડ્યા છે. બુધવારે માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ કહ્યું કે, માલદીવે નિર્ણય લીધો છે કે તે પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને મને આશા છે કે, ભારત આ નિર્ણયનું સન્માન કરશે. ચૂંટણી જીતવાના એક દિવસ બાદ જ તેમણે જાહેરાત કરી હતી કે, વિદેશી સૈનિકોએ માલદીવથી બહાર જતું રહેવું જોઈએ.

મોહમ્મદ મુઇજ્જુનો સીધો ઈશારો ભારતીય સેના તરફ હતો. ભારતના 75 સૈન્ય અધિકારી માલદીવમાં રહે છે, જે ભારતીય એરક્રાફ્ટનું સંચાલન અને દેખરેખ કરે છે. માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત મુનુ મુહાવરે બુધવારે માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ મુનુ મુહાવરે કહ્યું હતું કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મળીને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છા આપી છે. મુનુ મુહાવર ત્રીજા ઉચ્ચાયુક્ત છે, જેમણે માલદીવના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે.

આ અગાઉ બ્રિટિશ ઉચ્ચાયુક્ત કેરન રોહસ્લ અને ચીની રાજદૂત વાંગ લિક્સિને તેમની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ કહ્યું કે, ‘મને આશા છે કે સંપ્રભુતાના સન્માનના સિદ્ધાંતોના આધાર પર આપણે માલદીવ અને ભારતના સંબંધો નવી રીતે સ્થાપિત કરીને બંને દેશો વચ્ચે સંબંધોને નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવામાં સફળ રહીશું. માલદીવે નિર્ણય લીધો છે કે તે પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને આશા છે કે ભારત આ નિર્ણયનું સન્માન કરશે.

એ સિવાય માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુએ મોહમ્મદ સોહિલ સરકાર દ્વારા ભારત માટે લોનના પુનર્ગઠનની પણ આશા વ્યક્ત કરી છે. ભારતના ઉચ્ચાયુક્ત મુહવારે પણ ભારત-માલદીવના સંબંધોને વધારવા અને માલદીવના વિકાસમાં ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. વર્ષ 2018માં માલદીવમાં મોહમ્મદ સોહિલની સરકાર બન્યા બાદથી ભારતે ‘નેબરહૂડ ફર્સ્ટ નીતિ’ હેઠળ માલદીવની ઘણી પરિયોજનાઓ માટે ભારે મદદ કરી છે. માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને ભારત માટે એક પ્રકારના ઝટકા તરીકે જોવામાં આવે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુએ ગયા વર્ષે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ સાથે એક બેઠકમાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં વાપસી કરે છે તો બંને દેશો (ચીન-માલદીવ) વચ્ચે સંબંધોમાં વધુ એક અધ્યાય જોડાશે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને મોહમ્મદ મુઇજ્જુના રાજનીતિક ગુરુના રૂપમાં જોવામાં આવે છે. અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવે નિર્માણ પરિયોજનાઓ માટે ભારતના અનુરોધને ઠુકરવતા ચીન પાસે ખૂબ ઉધાર લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp