શિંદેને કહેવાયેલું અજીત પવારને નાણા મંત્રાલય આપો નહીં તો CM પદ આપવું પડશેઃ રાઉત

PC: hindustantimes.com

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ હાલમાં જ દાવો કર્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાના કેમ્પે અજીત પવારને નાણાં મંત્રાલય મેળવતા રોકવા માટે બધા પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેના કેમ્પે પણ દાવો કર્યો કે ભાજપના ઉચ્ચ નેતૃત્વએ શિંદેને સ્પષ્ટ કહ્યું કે, અથવા તો નાણાં મંત્રાલય કે પછી મુખ્યમંત્રી પદ પવારને આપવું જોઈએ. જો કે, નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, સરકારની અંદર બધુ સારું છે અને લોકોએ એવી અફવાઓ પર વિશ્વાસ ન કરવું જોઈએ.

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત અને મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, ભાજપ નેતૃત્વ દ્વારા એકનાથ શિંદેને એક પ્રસ્તાવ આપ્યો હતો કે તમે અજીત પવારને નાણાં મંત્રાલય નથી આપતા તો તેમને મુખ્યમંત્રી પદ સોંપી દો. આ પ્રસ્તાવે શિંદેને પરેશાન કરી દીધા, જે ખાલી હાથે પરત ફરી જાય. શિંદે સેનાએ અજીત પવારને નાણાં મંત્રાલય મળતા રોકવાના બધા પ્રયાસ કર્યા. શિંદે સેનાના ધારાસભ્યોએ મુખ્યમંત્રી પર દબાવ નાખ્યો અને કહ્યું કે, તેઓ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સમજાવે કે નાણાં મંત્રાલય અજીત પવારને ન આપવામાં આવે.

શિવસેના સાંસદે કહ્યું કે, એ સાચું છે કે અજીત પવારને તેમને ગમતો પોર્ટફોલિયો મળતા રોકવાનો અંતિમ મિનિટ સુધી પ્રયાસ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીને નિષ્ફળ મિશનથી ફરવું પડ્યું. મને લાગે છે કે ભાજપ અને શિંદે સેના સાથે મળવા અગાઉ અજીત પવારે એ શરત રાખી અને એટલે તેઓ સરળતાથી મળી ગયા. સંજય રાઉતે કહ્યું કે, તેમની પાસે પૂરતી જાણકારી છે કે, શિંદેને કે તો પ્રસ્તાવ સ્વીકાર કરવા કે સરકારમાંથી બહાર જવા માટે કહ્યું હતું.

મારા સૂત્ર મજબૂત છે. ભાજપ ઉચ્ચ નેતૃત્વ  તેમની વાત સાંભળવાના મૂડમાં નહોતું. મુખ્યમંત્રીને સ્પષ્ટ કહી દીધું કે અથવા તો સરકારથી બહાર થઈ જાય કે ચૂપચાપ પ્રસ્તાવ સ્વીકારી લે. તેમની પાસે અજીત પવારને નાણાં મંત્રાલય આપવાના પ્રસ્તાવને સ્વીકાર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ દરમિયાન શનિવારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કોઈનું નામ લીધા વિના કહ્યું કે, લોકોએ એવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. સરકારમાં બધુ બરાબર છે અને અમે બધાને સાથે લઈને ચાલીશું. કોઈએ પણ એવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp