ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ ગિરિશ બાપટનું નિધન

PC: indianexpress.com

મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા ગિરેશ બાપટનું બુધવારે સવારે નિધન થયું છે. બાપટ 72 વર્ષના હતા અને પુણેથી લોકસભા સાંસદ હતા. તેઓ પત્ની, પુત્ર અને પુત્રવધુને આંસુ સારતા છોડી ગયા છે. ભાજપના પુણે પ્રદેશ અધ્યક્ષ જગદીશ મુલિકે ગિરિશ બાપટના નિધનની જાણકારી મીડિયાને આપી છે. તેમણે કહ્યુ કે ભાજપના લોકપ્રિય સાંસદ ગિરિશ બાપટ હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગિરિશ બાપટ છેલ્લાં દોઢ વર્ષથી બિમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

જગદીશ મુલિકે કહ્યું કે આ સમાચાર ભાજપના દરેક કાર્યકરો માટે આઘાતજનક છે. 72 વર્ષના ગિરિશ બાપટને શ્વાસ સંબંધિત તકલીફ હતી અને હોસ્પિટલમાં તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતા ગિરિશ બાપટની તબિયત બગડવાના સમાચાર બુધવારે સવારે સામે આવ્યા હતા. તેમની સારવાર પુણેના દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ICUમાં ચાલી રહ્યો હતો. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બાપટના નિધનના સમાચાર મળતાની સાથે જ દીનાનાથ મંગેશ હોસ્પિટલની બહાર ભાજપ કાર્યકરોનો જમાવડો થઇ ગયો હતો. ચંદ્રકાંત પાટિલ, દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નેતાઓ પણ પુણે જવા રવાના થઇ ગયા છે.

ગિરીશ બાપટ ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા અને ઘણા વર્ષોથી પુણેના રાજકારણમાં તેમનો દબદબો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી ગિરીશ બાપટ ગંભીર બીમારીના કારણે રાજકારણથી દૂર હતા. વિધાનસભા ક્ષેત્રમાં તેમનો કાર્યકાળ લગભગ પૂરો થઈ ગયો હતો. તાજેતરમાં કસ્બા પેઠ પેટાચૂંટણીમાં ભાજપ પક્ષ મુશ્કેલીમાં હતો ત્યારે ગિરીશ બાપટે પોતાની બીમારીને નજર અંદાજ કરીને કાર્યકરોની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ગિરિશ બાપટના નાક પર ટયુબ અને ઓક્સિજન સિલિન્ડર લાગેલો હતો.

આવી સ્થિતિમાં ગિરિશ બાપટએ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સભામાં સંબોધન કરતી વખતે તેમને શ્વાસ લેવાની ભારે મુશ્કેલી થતી હતી, પરંતુ તેમણે એ દુખને નજર અંદાજ કર્યું હતું. જો કે, ગિરિશ બાપટે પોતાની ઇચ્છા શક્તિના બળ પર પોતાની ઉપલબ્ધિઓ હાંસલ કરી હતી.

ગિરિશ બાપટ કસ્બા પેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં નેજલ કેનુલા મશીન લગાવીને અને વ્હીલચેર પર બેસીને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. બાપટ આ બેઠક પરથી 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2019માં તેઓ પુણેથી સાંસદ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp