26th January selfie contest

ખેડૂતોને વર્ષે 6000, મહિલાઓને બસમાં અડધુ ભાડું, શિંદે સરકારની બજેટ મોટી જાહેરાતો

PC: aajtak.in

એકનાથ શિંદે અને ભાજપ ગઠબંધનની મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2023-24નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ખેડુતો, મહિલાઓ અને ગૌવંશ વિશે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે જ સરકારે આંગણવાડીના કાયાકલ્પ કરવાનો માસ્ટર પ્લાન પણ રજૂ કર્યો છે. સરકારે આ બજેટમાં બધા પાત્ર માટે  આવાસ આપવાનો પણ સંક્લ્પ કર્યો છે. બજેટમાં રસ્તા અને હાઇવે નિર્માણ માટે પણ મોટા પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારના નાણાં મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મહારાષ્ટ્રનું  2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેના નેજા હેઠળની મહાવિકાસ અઘાડી સરકારને પાડી દેવાના 8 મહિના પછી શિંદે-ભાજપ સરકારનું આ પહેલું બજેટ છે. આ બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.

બજેટમાં ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ અને ઓબીસી, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, રોજગારી સર્જન અને પર્યાવરણીય વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કેટલ કમિશનની સ્થાપના કરવામાં આવશે, જે મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ તરીકે ઓળખાશે. રાજ્યમાં દેશી પશુઓના સંરક્ષણ, જાળવણી અને સંરક્ષણ માટે એક આયોગની રચના કરવામાં આવશે, જેના માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય મહિલાઓને રાજ્ય ટ્રાન્સ્પોર્ટની બસો માં ટિકિટ પર 50ટકા ડિસ્કાઉન્ટ મળશે. પૂણેમાં શિવાજી મહારાજને સમર્પિત વિશેષ થીમ પાર્ક  50 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.

એકનાથ શિંદે અને ભાજપ સરકારે બજેટમા જે જાહેરાતો કરી છે તેના મુખ્ય મુદ્દાઓ પ નજર નાંખીએ તો, કાંદાની ખેતી કરનારને રાજ્ય સરકાર તરફથી મદદ મળશે, કેન્દ્ર સરકારની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ ખેડુતોને વર્ષે 6 હજાર રૂપિયા આપશે, ખેડુતોના કોર્પોરેશન લોનની EMI રાજ્ય સરકાર ભરશે, પ્રધાનમંત્રી કોર્પોરેશન વિમા યોજના માટે ખેડુતોએ માત્ર 1 રૂપિયો ભરવાની જરૂર પડશે, રાજ્ય સરકારે મહા કૃષિ વિકાસ અભિયાન યોજના શરૂ કરી છે, જેમાં ખેડુતોને ઇન્ફ્રાસ્ટ્રકચરની મદદ મળશે. દુર્ઘટનના ભોગ બનેલા ખેડુતને રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા વળતર પેટે આપશે, નાગપુરમાં નવી ઓરેંજ પ્રોસેસિંગ યુનિટ બનાવવામાં આવશે, પૂર અથવા અન્ય કુદરતી આપત્તિઓના સમયે પ્રભાવિત થનારા ખેડુતો ઇલેકટ્રોનિક પંચનામાં કરવાની માંગ કરી હતી, એવામાં હવે ડ્રોનની મદદથી સ્થિતિને રેકોર્ડ કરવામાં આવશે.

દેશી ગાયોના સંરક્ષણ અને  જાળવણી માટે મહારાષ્ટ્ર ગૌસેવા આયોગની સ્થાપના કરવામાં આવશે. ગોવર્ધન ગોવંશ સેવા કેન્દ્ર યોજના,ગોમાયા વર્ધન યોજના આયોગ દ્વારા ચલાવવામાં આવશે. દેશી પશુઓના સંવર્ધન માટે ભ્રૂણ ટ્રાન્સ્ફર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વધશે. વિદર્ભ-મરાઠવાડાના 11 જિલ્લાઓમાં ડેરી વિકાસના બીજા તબક્કા માટે રૂ. 160 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. અહમદનગર જિલ્લામાં નવી વેટરનરી કોલેજ ખોલવામાં આવશે.

મહારાષ્ટ્ સરકારના બજેટમાં રાજ્યની ટ્રાન્સપોર્ટ બસોમાં મહિલાઓને ભાડામાંથી 50 ટકાની છૂટ આપવામાં આવી છે, ચોથી વ્યાપક મહિલા નીતિની જાહેરાત કરવામાં આવી છે, મહિલા સ્વંય સહાયકા ગ્રુપોના માધ્યમથી લાતૂર જિલ્લામાં બાંબુ કલસ્ટર ઉભું કરવામાં આવશે, કોલ્હાપુર જિલ્લામાં કોલ્હાપુરી ચંપલ કલસ્ટર શરૂ કરવામાં આવશે, મુંબઇની અંદર મહિલા એકતો મોલની સ્થાપના કરવામાં આવશે, મહિલા સુરક્ષા અને સુવિધાજનક યાત્રા માટે મહિલા કેન્દ્રિત પર્યટન નીતિ બનાવવામાં આવશે, મધર સેફ અને ઘર સેફ અભિયાન હેઠળ 4 કરોડ મહિલાઓને અને છોકરીઓના આરોગ્યની તપાસ અને દવા આપવામાં આવશે, શહેરી વિસ્તારોમાં  રોજગાર માટે આવતી મહિલાઓ માટે કેન્દ્ર સરકારની મદદથી 50 હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે, નવી યોજના શક્તિ સદન હેઠળ વર્કીંગ વુમન માટે 50 હોસ્ટેલ જે બે યોજનાઓનું એક સંયોજન છે, મુસીબતમાં ફસાયેલી મહિલાઓ, યૌન શોષણનો શિકાર બનેલી મહિલાઓ અને પારિવારિક સમસ્યાઓનો ભોગ બનેલી મહિલાઓ માટે બે યોજનાઓ સ્વાધાર અને ઉજ્જવલાને મળાવીને કેન્દ્રની મદદથી શક્તિસદન યોજના લાવવામાં આવી છે, આ યોજના હેઠળ 50 નવા શક્તિસદન બનાવવામાં આવશે.

આશા વર્કર અને આંગણવાડી કાર્યકતાઓના પગારમાં ભારે વૃદ્ધિ કરવામાં આવી છે. એમાં મુખ્ય મુદ્દાઓ જોઇએ તો આશા સ્વંય સેવકોનો પગાર 3500થી વધારીને 5,000 કરવામાં આવ્યો છે, ગ્રુપ પ્રમોટર્સનો પગાર 4700થી વધારીને 6200 કરવામાં આવ્યો છે, આગંણવાડી સેવિકાઓના પગાર 8325 રૂપિયાથી વધારીને 10,000 કરવામાં આવ્યો છે,મિની આંગણવાડી સેવકોનો પગાર 5975થી વધારીને 7200 કરવામાં આવ્યો છે, આંગણવાડી સહાયકોનો પગાર 4425 રૂપિયાથી વધારીને 5500 કરવામાં આવ્યો છે, આંગણવાડી, મિની આંગનવાડી સેવિકા અને સહાયકોના 20 હજાર પદ ભરવામાં આવશે, આંગણવાડીઓના માધ્યમથી ભોજનની હોમ ડિલીવરી માટે ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે બજેટમાં ઘર આપવાની વાત કરી છે, તેમાં મુખ્ય મુદ્દા જોઇએ તો સરકારે 10 લાખ ઘરો આપવાની જાહેરાત કરી છે. મોદી આવાસ ઘરકુલ યોદના હેઠળ અન્ય પછાત વર્ગ માટે 3 વર્ષમાં 10 લાખ ઘરો આપવામાં આવશે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 4 લાખ ઘરો આપવામાં આવશે (2.50 લાખ અનુસૂચિત જનજાતિ અને 1.50 લાખ અન્ય વર્ગ)

રમઇ આવાસ હેઠળ 1.50 લાખ ઘરો માટે 1800 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. ( આમા મતંગ સમાજને ઓછામાં ઓછા  25 હજાર ઘર મળશે), શબરી, પારઘી, આદિમ આવાસ હેઠળ 1 લાખ ઘર માટે 1200 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. યશવંતરાવ ચવ્હાણ ફ્રી કોલોની હેઠળ 50 હજાર ઘર માટે 600 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, મોદી આવાસ ઘરકુલ યોજના હેઠળ જે 10 લાખ ઘરો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેના માટે 12,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

રસ્તા, હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે મહારાષ્ટ્ર સરકારે જે જાહેરાત કરી છે તેમાં, હિંદુ સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ હાઇવેનું વિસ્તરણ કરવામાં આવશે, સિંધખેડારાજાનોડથી શેગાંવ સુધી ફોર લેન રસ્તો બનશે, પવનારથી પતરાદેવી સુધી મહારાષ્ટ્ર શક્તિપીઠ હાઇવે હશે, જેના માટે 86.300 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, આ હાઇવેને કારણે હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, લાતૂર, ધારાશિવ, વર્ધા, યવતમાલ, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધદુર્ગ જિલ્લાઓને ફાયદો થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp