કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, યુવાન હાર લઇને આવી ગયો

PC: oneindia.com

હજુ તો થોડા દિવસો પહેલાં જ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની રાજસ્થાનમાં સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો હતો, હવે કર્ણાટકના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. કર્ણાટકના હુબલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા હતા ત્યારે અચાનક એક યુવક હારની માળા લઇને દોડી આવ્યો હતો. આ દ્રશ્ય જોઇને  PM મોદીના સુરક્ષા ગાર્ડસ હેબતાઇ ગયા હતા અને તરત જ યુવાનને PM મોદીથી દુર કરી દીધો હતો.

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. PM મોદીના રોડ શો દરમિયાન અચાનક એક યુવક તેમની તરફ દોડે છે અને PMની ખૂબ નજીક પહોંચી જાય છે. યુવક વડાપ્રધાનને ફૂલોની માળા આપવા માંગતો હતો, આ માટે તે વિચાર્યા વગર SPG કોર્ડન તોડીને PM મોદી પાસે પહોંચી ગયો હતો. આ જોઈને SPG કમાન્ડો એક્શનમાં આવી ગયા અને યુવકને PMથી દૂર લઈ ગયા હતા. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એરપોર્ટ પરથી ઉતર્યા હતા ત્યારે એક મહિલા જુનિયર એન્જિનિયર તેમને પગે લાગી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે કર્ણાટકમાં એક રોડ શો કરી રહ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા.PM તેમની કારમાંથી અડધા બહાર આવીને હાથ હલાવી રહ્યા હતા, તે વખતે ભીડમાંથી એક યુવક અચાનક હાથમાં ફુલોની માળા લઇને તેમની પાસે દોડી આવ્યો હતો અને PM સુધી પહોંચવાનો જ હતો કે SPG કમાન્ડોએ તરત તેને અટકાવીને દુર કરી દીધો હતો. જો કે યુવક સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી કે નહીં તેની જાણકારી મળી શકી નથી.

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ લાંબા સમયથી મિશન કર્ણાટકમાં વ્યસ્ત છે. પાર્ટીનો પ્રયાસ છે કે સત્તા પરિવર્તન ન થાય અને ફરી એકવાર રાજ્યમાં માત્ર ભાજપની જ સરકાર બને. તેને જોતા વડાપ્રધાન પોતે મિશન કર્ણાટકમાં વ્યસ્ત છે. PM મોદી ગુરુવારે હુબલી પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો.રસ્તા પર લોકોની હકડેઠઠ ભીડ હતી. PM મોદી કારમાંથી જનતાનું અભિવાદન કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp