જાપાનના નવા PM પર પણ સ્મોક બોમ્બથી હુમલો, જુઓ વીડિયો કેવી રીતે હુમલાખોર પકડાયો

PC: edition.cnn.com

જાપાન વડાપ્રધાન ફુમિયો કિશિદાની સભામાં બ્લાસ્ટ થઈ ગયો છે. વડાપ્રધાન ફુમિયો કિશિદા જ્યારે ભાષણ આપી રહ્યા હતા, એ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. વડાપ્રધાનને સુરક્ષાકર્મીઓએ સુરક્ષિત કાઢી લીધા છે. પોલીસે ઘટનાસ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ધ જાપાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, વાકાયામા શહેરમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાનું ભાષણ શરૂ થના બરાબર પહેલા બ્લાસ્ટ થયો હતો. સ્મોક બોમ્બ ફેક્યા બાદ ત્યાં આસપાસ ધુમાડો ફેલાઈ ગયો હતો.

આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળ પર ભેગા થયેલા લોકો સુરક્ષિત બચવા માટે દોડતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા બળોએ એક વ્યક્તિને પકડી પણ લીધો. સભામાં બ્લાસ્ટ બાદ વડાપ્રધાન ફુમિયો કિશિદા બાલ બાલ બચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના એક ઉમેદવારના સમર્થનમાં સ્પીચ આપવાના હતા. જાપાનમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા ભારતના વડાપ્રધાનની જેમ હોતી નથી.

જાપાનમાં ખૂબ કઠોર કાયદો છે. ત્યાં ઘણા ઓછા વિદેશી લોકો છે. સુરક્ષિત દેશમાં સિક્યૉરિટીની જરૂરિયાત પડતી નથી, પરંતુ શિંજો આબે પર હુમલા બાદ પોલીસે તેને લઈને રિવ્યૂ કર્યું હતું અને સુરક્ષા પહેલા વધારે ચાક ચૈબંધ રાખવામાં આવી હતી, પરંતુ હવે હાલના વડાપ્રધાનની સભામાં બ્લાસ્ટને લઇને જાપાન પોલીસને ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને લઈને રિવ્યૂ કરવું પડશે કે કે આગામી થોડા સમયમાં હિરોશિમાં શહેરમાં G7ની તૈયારી પણ થઈ રહી છે.

ફુમિયો કિશિદા વર્ષ 2021માં જાપાનના વડાપ્રધાન બન્યા હતા. તેની સાથે જ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષ છે. તેમણે વર્ષ 2012 થી વર્ષ 2017 સુધી વિદેશો બાબતોના મંત્રીના રૂપમાં કામ કર્યું અને વર્ષ 2017માં કાર્યવાહક રક્ષા મંત્રીના રૂપમાં કાર્યરત રહ્યા. વર્ષ 2017-2020 સુધી  તેમણે LDP નીતિ અનુસંધાન પરિષદની અધ્યક્ષતા પણ કરી હતી. હાલમાં જ ફુમિયો કિશિદા ભારત આવ્યા હતા, જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જાપાનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ મોટા રાજનેતાની સુરક્ષામાં ચૂક થઈ હોય. આ પહેલા પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની ગયા વર્ષે 8 જુલાઇના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમના પર પણ ભાષણ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, એ સમયે તેમના ઉપર ફાયરિંગ થઈ અને તેઓ અચાનક નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં અચાનક નિધન થઈ ગયું. જાપાનમાં ચૂંટણીને જોતા શિંજો કેમ્પેઇન કરી રહ્યા હતા.

તેમાં ઉપર કુલ 2 ગોળીઓ ચાલી હતી, જે વ્યક્તિની પોલીસએ ધરપક કરી હતી તે 41 વર્ષનો છે. તેની પાસેથી બંદૂક પણ જપ્ત કાપવામાં આવી હતી. શિંજો આબેની તબિયત સારી ન હોવાના કારણે વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેઓ જાપાનના સૌથી લાંબા સમય સુધી રહેનારા નેતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp