BJP સાંસદના ઘરેથી મળી આવ્યું દીકરાના મિત્રનું શવ

PC: indiatoday.com

લખનૌમાં ભાજપા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરના ઘરેથી એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. મૃતકનું નામ વિનય શ્રીવાસ્તવ હતું. તે મંત્રીના દીકરા વિકાસ કિશોરનો મિત્ર હતો. આ મર્ડર લાયસન્સ પિસ્તોલ વડે કરવામાં આવ્યું છે. જે મંત્રીના દીકરાના નામે રજિસ્ટર્ડ છે.

રિપોર્ટ અનુસાર, ઘટના બેગરિયા ગામની છે. અહીં મંત્રી કૌશલ કિશોરનું ઘર છે. પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે સાડા ચાર વાગ્યે ઘરમાં વિનય શ્રીવાસ્તવની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે.

DCP વેસ્ટ લખનૌ રાહુલ રાજે કહ્યું, વિનય શ્રીવાસ્તવનું ગોળી લાગવાથી મોત થયું છે. તેના માથા પર ઈંજરીનો નિશાન છે. ઘરે સાથે 6 લોકો આવ્યા હતા. રાતે ખાવા-પીવાનું થયું હતું. ત્યાર પછી ગોળી ચલાવાઇ છે. પિસ્તોલ મળી ગઇ છે. જે વિકાસ કિશોરની છે. તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે.

આ મામલાને લઇ મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે, ઘટના સમયે તેમનો દીકરો ઘરે નહોતો. પોલીસે તપાસ શરૂ કરી છે. જે પણ દોષી છે તેમની સામે કાર્યવાહી થશે. મને જ્યારે ખબર પડી તો મેં પોલીસ કમિશ્નરને સૂચના આપી. ઘરે કોણ કોણ હતું તે મને ખબર નથી. પણ મારો દીકરો નહોતો. વિકાસ દિલ્હી ગયો હતો. પોલીસે તેના મિત્રો અને ત્યાં મોજૂદ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે. મૃતક વિનય, મારા દીકરાનો ખૂબ જ સારો મિત્ર હતો. અમે પરિવારની સાથે છીએ.

મૃતક વિનયના ભાઈએ કહ્યું કે, ઘટના સમયે 3 લોકો હાજર હતા. અજય રાવત, શમીમ બાબા અને અંકિત વર્મા. મને લાગી રહ્યું છે કે ઝઘડો થયો ત્યાર પછી હત્યા કરી દેવામાં આવી. મંત્રીજી ના દીકરા વિકાસ કિશોરનું ઘર હતું. મારો ભાઈ તેમની સાથે રહેતો હતો. ગોળી જ્યારે ચલાવવામાં આવી ત્યારે વિકાસ કિશોર મોજૂદ નહોતા અને પિસ્તોલ તેમની છે.

આ ઘટના સામે આવ્યા પછી વિપક્ષે ભાજપા પર હુમલો કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રિમંડળમાં એક એક નગીના સામેલ કર્યા છે. આ પહેલા તમે જોયું હશે કે પ્રધાનમંત્રી મોદીના એક મંત્રીના દીકરાએ ખેડૂતો પર થાર ચલાવી હતી. હવે બીજા મંત્રીના ઘરે હત્યા થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp