વિધાનસભા સત્ર દરમિયાન અંદર ઘૂસ્યો અજાણ્યો શખ્સ, પોતાને MLA કહેતા મચ્યો હાહાકાર

PC: thewire.in

હાલના દિવસોમાં કર્ણાટક વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. શુક્રવારે અહીં બજેટ સત્ર દરમિયાન એક એવી ઘટના ઘટી, જેને જોઈને બધા દંગ રહી ગયા. વિધાનસભાના ચાલુ સત્રમાં એક વ્યક્તિ અંદર ઘૂસ્યો અને જનતા દળ (S)ના ધારાસભ્ય કરિયમ્માની ખુરશી પર જઈને બેસી ગયો. ત્યારબાદ આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી. આ વ્યક્તિની ઉંમર લગભગ 70 વર્ષ બતાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની આળખ ચિત્રદુર્ગ જિલ્લાના મોલાકલમુરુ તાલુકાના ડોડ્ડાપેટેનો રહેવાસી કરિયપ્પાના રૂપમાં થઇ છે.

પોલીસે આ વ્યક્તિના વિધાનસભા ભવનમાં ઘૂસવાનું જે કારણ બતાવ્યું તે પણ ખૂબ જ રસપ્રદ છે. પોલીસનું કહેવું છે કે, તેનું ખૂબ મન હતું કે વિધાનસભા સત્રમાં હિસ્સો લે. બસ આ જ કારણ છે કે તે અંદર જતો રહ્યો. આ વ્યક્તિની ઓળખ ત્યારે થઈ જ્યારે જનતા દળ (S)ના એક ધારાસભ્યએ તેને જોયો. તેના તુરંત બાદ તેમણે વિધાનસભા અધ્યક્ષ અને સચિવને તેની જાણકારી આપી. ધારાસભ્યએ તેમને જણાવ્યું કે એક અજાણ્યો વ્યક્તિ ધારાસભ્ય કરિયમ્માની સીટ પર બેઠો છે. ત્યારબાદ જ્યારે એ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાને ધારાસભ્ય બતાવવાનું શરૂ કરી દીધું.

ત્યારબાદ વિધાનસભાના ચાલુ સત્રમાં ઘૂસી ગયેલા વ્યક્તિને વિધાનસભાથી બહાર કાઢવા માટે સુરક્ષા અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષને પણ ઘટનાની જાણકારી આપી દેવામાં આવી છે. આ ઘટનાએ કર્ણાટકમાં વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરી દીધા છે. અધિકારીઓએ તપાસ શરૂ કરી અને ઘટનાના થોડા કલાકો બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે વિધાનસભામાં પોતાની રેકોર્ડ 14મું બજેટ રજૂ કર્યું. આ નવગઠિત કોંગ્રેસ સરકારનું પહેલું બજેટ પણ હતું.

એક રિપોર્ટ મુજબ, જ્યાં સુધી અધિકારી કાર્યવાહી કરે એ આગાઉ સીટથી ઊઠીને જતો રહ્યો હતો. જો કે, પોલીસ તેને વિધાન સૌધ પરિસદથી ધરપકડ કરવામાં સફળ રહી હતી. આરોપીએ ધારાસભ્ય કરિયમ્માની સીટ પર બેસીને 15 મિનિટ સુધી સત્રમાં હિસ્સો લીધો હતો. પ્રાથમિક તપાસમાં ખબર પડી કે, તેણે મુલાકાતી પાસ લીધો હતો અને 3 જુલાઇના રોજ વિધાન સૌધનો પ્રવાસ કર્યો હતો. આરોપી પર અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp