મણિપુર BJPમાં કેમ મચી છે અફરાતફરી? માત્ર 19 દિવસમાં 4 ધારાસભ્યોનું રાજીનામું

PC: pratidintime.com

મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. છેલ્લા 19 દિવસમાં અહી ભાજપના 4 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. સોમવારે મણિપુર નવીનીકરણીય ઉર્જા વિકાસ એજન્સી (MANIREDA)ના અધ્યક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ અગાઉ 20 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય પાઓનામ બ્રોજેને રાજીનામાં પાછળ અંગત કારણોનો સંદર્ભ આપ્યો હતો. તેમના પહેલા 17 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય કરમ શ્યામે પર્યટન નિગમ મણિપુર લિમિટેડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપના ધારાસભ્યોનાં રાજીનામાનો આ સિલસિલો 8 એપ્રિલથી શરૂ થયો છે. 8 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે મુખ્યમંત્રીના સલાહકાર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સોમવારે રાજીનામું આપનારા ભાજપના ચોથા ધારાસભ્ય ખ્વાઈરાકપમે અંગત કારણો અને જનહિતની બાબતો પર રાજીનામું આપવાની વાત કહી છે. રઘુમણિએ મુખ્યમંત્રી એન. બીરેન સિંહને લખેલા રાજીનામમાં કહ્યું છે કે, તેઓ વ્યક્તિગત કારણોથી અને જનહિતમાં પદ છોડી રહ્યા છે.

તેમણે રાજીનામામાં લખ્યું કે, મેં એવું અનુભવ્યું કે, MANIREDAના અધ્યક્ષના રૂપમાં મારી નિરંતરતા આ સમયે આવશ્યકતા નથી. આ અગાઉ 20 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય બ્રોજેને પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત ટ્વીટ કરતા કરી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે, ‘હું અંગત કારણોથી મણિપુર ડેવલપમેન્ટ સોસાયટી, ઈંકાલના અધ્યાક્ષ પદ પરથી રાજીનામું આપું છું. તેને સ્વીકારવામાં આવે. પાઓનામ પહેલા 17 એપ્રિલના રોજ ભાજપના ધારાસભ્ય કરમ શ્યામે પર્યટન નિગમ મણિપુર લિમિટેડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા ફરિયાદ કરી હતી કે, તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી.

મણિપુર ભાજપના ધારાસભ્યોમાં અસંતોષનું એક મોટું કારણ મુખ્યમંત્રી એન. બીરેન સિંહ છે. અસંતુષ્ટ ધારાસભ્ય કેન્દ્રીય નેતાઓ પાસે મુખ્યમંત્રી બીરેન સિંહને બદલવાની માગ કરી રહ્યા છે. આ માંગ હેઠળ મણિપુર ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોનો એક વિભાગ દિલ્હી પણ ગયો હતો. જો કે, ભાજપના ઉચ્ચ નેતૃત્વ તરફથી મુખ્યમંત્રી બીરેન સિંહ કે કેબિનેટમાં બદલાવને લઈને કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેથી ભાજપના ધારાસભ્યોનો રાજીનામું આપવાનો સિલસિલો ચાલુ છે.

ભાજપના ધારાસભ્યોના પોતાના પદ પરથી રાજીનામાં વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી એન. બીરેન સિંહની સરકારમાં મતભેદ ખૂલીને સામે આવી રહ્યા છે. પાર્ટીના એક મુખ્ય નેતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરવું કે, વિવાદને પાર્ટીના કોઈ ઉચ્ચ અધિકારી પાસે લઈ જવું અનુશાસનહીનતા સમાન નથી. મણિપુર વેલીમાં ધારાસભ્યો વચ્ચે અસંતોષ ખૂબ પહેલાથી ચાલી રહ્યો છે. મણિપુર વિધાનસભાની ચૂંટણી 2022માં થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે મોટો રેકોર્ડ બનાવતા પોતાના દમ પર બહુમત હાંસલ કર્યો હતો. 60 વિધાનસભા સીટવાળી મણિપુર વિધાનસભામાં ભાજપને 32 સીટો મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp