ભાજપના ધારાસભ્યએ વિધાનસભામાં કહ્યું- 'મણિપુરથી કોઈ ફરક નથી પડતો'

મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે અને દેશભરમાં તેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ રાજકારણીઓ મણિપુરના મામલે પોતાનો રાજકીય રોટલો શેકવાથી ઉંચા આવતા નથી. દિલ્હી વિધાનસભામાં ગુરુવારે મણિપુરના મુદ્દા પર ભારે હંગામો મચી ગયો હતો.
દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મણિપુર હિંસા પર ચર્ચા શરૂ થાય તે પહેલા ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે મણિપુરથી કોઈ ફરક નથી પડતો. આ દિલ્હીની બહારનો મામલો છે. દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રાખી બિરલાએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.આ સાથે AAP નેતાઓએ પણ ભાજપના ધારાસભ્યોની આકરી નિંદા કરી છે.
ભાજપના ધારાસભ્યના આ નિવેદન પર આપ નેતા ગોપાલ રાયે કહ્યું કે મણિપુર છેલ્લા 100 દિવસથી વધુ સમયથી હિંસાની આગમાં સળગી રહ્યું છે અને ભાજપના નેતાઓ ગૃહમાં કહે છે કે, 'મણિપુરથી અમને કોઈ ફરક નથી પડતો'. ભાજપ આટલી સંવેદનહીન કેમ બની ગઈ? આજે મણિપુરમાં કોઈને ખબર નથી કે તેના પુત્રની હત્યા ક્યારે થશે, દિકરીની ઇજ્જત ક્યારે જશે અને ભાજપના ધારાસભ્ય કહે છે કે મણિપુર માયને નહીં રખતા.
मणिपुर पिछले 100 से अधिक दिनों से हिंसा की आग में जल रहा है और भाजपा के नेता सदन में कहते हैं कि 'मणिपुर हमारे लिए मायने नहीं रखता'।
— Gopal Rai (@AapKaGopalRai) August 17, 2023
आंखिर भाजपा इतनी असंवेदनशील क्यों हो गई है ? pic.twitter.com/lO7KWamkOp
ગોપાલ રાયએ આગળ કહ્યુ કે, આ સાથે ભાજપના મોટા નેતાઓ અને વડાપ્રધાને પણ આ અંગે મૌન સેવ્યું હતું. ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે મણિપુરનો મુદ્દો દિલ્હીની બહારનો મામલો છે, તો તેમને જણાવી દઈએ કે દિલ્હી દેશની રાજધાની છે અને કાશ્મીરથી લઈને દરેક મુદ્દા પર દિલ્હીમાં ચર્ચા થઈ છે.
દિલ્હી વિધાનસભામાં દિલ્હીનામ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે કે મણિપુરથી તેમને કોઈ ફરક નથી પડતો અને વિધાનસભા છોડીને ચાલ્યા ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ છે કે તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. મણિપુરના લોકોના હૃદય પર શું વીતિ રહી હશે. તેમણે કહ્યું કે મણિપુરની ઘટના પર વડાપ્રધાન મૌન છે.
મણિપુર મુદ્દે ગૃહમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ચાર ધારાસભ્યોને માર્શલ દ્વારા દિલ્હી વિધાનસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મણિપુર મુદ્દે દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકાર વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp