મણિપુર સળગી રહ્યું છે અને PM મોદી સંસદમાં હસીને બોલી રહ્યા હતા: રાહુલ ગાંધી

મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવની નિષ્ફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું હતુ કે,ભારતીય સેના 2 દિવસમાં આ સમગ્ર હિંસા પર કાબૂ મેળવી શકે છે, પરંતુ PMએ આગ ઓલવવાનો ઇનકાર કર્યો હતો. રાહુલે કહ્યું કે PM મણિપુરની આગને ઠારવા માંગતા નથી, તેઓ પોતે મણિપુરને સળગતું રાખવા માંગે છે.
મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવની નિષ્ફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે PM મોદીએ પોતાના 2 કલાક 13 મિનિટના ભાષણમાં મણિપુર માટે માત્ર 2 મિનિટ ફાળવી હતી. આ 2 મિનિટમાં પણ PM મણિપુરની મજાક ઉડાવી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરની મજાક ઉડાવવી યોગ્ય નથી. આ સાથે રાહુલે એ પણ જણાવ્યું કે તેણે ભારત માતાની હત્યાનું નિવેદન કેમ આપ્યું હતું?
ગુરુવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવિશ્વનાસ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો જેની સામે રાહુલ ગાંધીએ શુક્રવારે બપોરે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું મણિપુરના કુકી ક્ષેત્રમાં ગયો હતો ત્યારે મને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તમારી સુરક્ષામાં કોઇ પણ મૈતેઇ જાતિનો ન હોવો જોઇએ, નહીં તો અમે તેને મોતને ઘાટ ઉતારી દઇશું. એ જ પ્રમાણે જ્યારે હું મૈતેઇ વિસ્તારમાં ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યુ કે તમારી સુરક્ષામાં કોઇ પણ કુકી જાતિનો ન હોવો જોઇએ, નહીં તો મૈતેઇ લોકો મોતને ઘાટ ઉતારી દેશે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે મણિપુર 1 સ્ટેટ નથી, બલ્કે 2 સ્ટેટ છે. મણિપુરની હત્યા કરી દેવામાં આવી છે, તેને ચીરી નાંખવામાં આવ્યું છે એટલે હું સસંદમાં બોલ્ટો હતો કે હિંદુસ્તાનની હત્યા કરી નાંખવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું 19 વર્ષથી રાજનીતિમાં છું, પરંતુ મેં મણિપુરમાં જે જોયું હતું તે મારી આખી રાજકીય કારકિર્દીમાં ક્યારેય જોયું નથી. મણિપુરના બે હિસ્સામાં ભાગલા પાડી દેવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીઅ કહ્યુ કે PMએ સંસદમાં આવી વાત કરવાની જરૂર નહોતી. મારે પ્રધાનમંત્રીને જવાબ આપવાની કોઇ જરૂરત નથી.મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી અને પ્રધાનમંત્રી હસી-મજાકના મોડમાં હતા. રાહુલે કહ્યું કે હું જાણું છે કે PM કદાચ મારો ચહેરો ટીવી પર વધારે જોવાનું પસંદ કરતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં પણ ભારત માતા પર આક્રમણ થશે, ત્યાં હું રક્ષામાં ઉભેલો જોવા મળીશ. રાહુલે કહ્યુ કે દેશની રક્ષા માટે દરેક મોર્ચા પર હું હાજર રહીશ. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે, એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી ભૂલી ગયા છે કે મણિપુર સળગી રહ્યું છે અને કેટલાય દિવસોથી સળગી રહ્યું છે. તેમણે કહ્યું કે સંસદની વચ્ચે બેસીને PM હસી રહ્યા હતા. મુદ્દો હું કે કે કોંગ્રેસનો નહોતો. મુદ્દો એ હતો કે મણિપુરમાં શું થઇ રહ્યું છે અને તેને શા માટે રોકવામાં નથી આવતું. રાહુલે કહ્યું કે મણિપુરમાં ભાજપે હિંદુસ્તાનની હત્યા કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp