મણિપુરની હિંસાનો મુદ્દો બ્રિટનની સંસદમાં, સાંસદે કહ્યું- હુમલાઓમાં ધર્મ મોટું...
મણિપુરમાં બે સમુદાયો વચ્ચે 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલું છે. આ દરમિયાન હવે મણિપુરનો મુદ્દો બ્રિટનની સાંસદમાં પણ ગૂંજ્યો છે. બ્રિટનના મહિલા સાંસદે મણિપુરનો ઇશ્યુ ઉઠાવ્યો છે. બ્રિટનમાં ધાર્મિક આઝાદી સાથે જોડાયેલા મામલાના સ્પેશિયલ રાજદૂત અને સાંસદ ફિયોના બ્રુસે BBC પર મણિપુર હિંસાનું યોગ્ય રીતે રિપોર્ટીંગ ન કરવાનો આરોપ લગાવ્યો છે.
બ્રિટનના નીચલા ગૃહમાં બ્રુસે કર્યો સવાલ કે મણિપુરમાં મે મહિનાથી અત્યાર સુધીમાં સેંકડો ચર્ચ સળગાવવામાં આવ્યા છે, 100થી વધુ લોકો માર્યા ગયા છે. 50 હજારથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું છે. માત્ર ચર્ચ જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલી શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. બ્રુસે કહ્યું કે તે સ્પષ્ટ છે કે આ બધું આયોજન હેઠળ કરવામાં આવી રહ્યું છે અને આ હુમલાઓમાં ધર્મ એક મોટું પરિબળ છે.
બ્રુસે કહ્યું કે મણિપુરમાં લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે. તેમણે પૂછ્યું છે કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ તે લોકો પર ધ્યાન આપવા માટે શું કરી શકે છે. બ્રુસે આ બધી વાત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર બનેલા રિપોર્ટના આધારે કહી છે. જે BBCમાં કામ કરી ચૂકેલા રિપોર્ટર ડેવિડ કેમ્પનેલે બનાવ્યો હતો.
બીજી તરફ એન્ડ્રયુ સેલોઉસ નામના એક બીજા સાંસદે મણિપુરના મુદ્દાને બ્રિટિશની સાંસદમાં ઉઠાવવા બદલ બ્રુસના વખાણ કર્યા હતા.બ્રુસે સંસદ સમક્ષ લાવીને મોટું કામ કર્યું છે. મારી જેમ બ્રુસ પણ ઇચ્છે છે કે આ મુદ્દા પર BBC અને બીજી સંસ્થાઓ યોગ્ય રીતે રિપોર્ટીંગ કરે. એન્ડ્રયુએ કહ્યું કે, મને આશા છે કે કેંટરબરીના આર્ચબિશપ આ મુદ્દા પર ધ્યાન આપશે.
ભારતમાં અમેરિકી રાજદૂતે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના વીડિયો પર કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમને મણિપુરની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર તેમણે કહ્યું કે તે જ્યાં પણ આવી હિંસક ઘટનાઓ જુએ છે ત્યાં તેને દુઃખ થાય છે. ગાર્સેટી કહ્યું હતું કે મેં હજુ સુધી વીડિયો જોયો નથી. એક માણસ તરીકે મારી સહાનુભૂતિ ભારતના લોકો સાથે છે.
#Manipur in UK Parliament:
— Bhavika Kapoor ✋ (@BhavikaKapoor5) July 22, 2023
⚡Rishi Sunak's special envoy raises Manipur
▪️UK prime minister Rishi Sunak’s special envoy for freedom of religion or belief (FROB), MP Fiona Bruce, raised concerns about “the ongoing major violence in Manipur” in the main chamber of the House of… pic.twitter.com/NRjNU3ONt3
આ પહેલા 6 જુલાઇએ પણ અમેરિકાએ મણિપુરની હિંસા પર ચિંતા વ્યકત કરી હતી. તે વખતે એરિક ગાર્સેટીએ કહ્યું હતું કે, જો ભારત ઇચ્છે તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે આ ભારતનો આંતરિક મામલો છે, અમે જલ્દીથી જલ્દી શાંતિની અપેક્ષા રાખીએ છીએ.
તેમણે કહ્યું હતું કે મણિપુરની સ્થિતિને લઈને અમને કોઈ વ્યૂહાત્મક ચિંતા નથી, અમે લોકો માટે ચિંતિત છીએ. મણિપુરના બાળકો અને ત્યાં મરી રહેલા લોકો માટે ચિંતા વ્યક્ત કરવા માટે કોઈ ભારતીય હોવું જરૂરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp