આખરે હિંસાનું કારણ શું છે, મણિપુરમાં ભાજપ વિરુદ્ધ ગુસ્સો કેમ?

PC: hindustantimes.com

મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થવાની જગ્યાએ સતત વધતી જઈ રહી છે. હિંસા અને આગચંપીની આ ઘટનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓના ઘરો અને ઑફિસોને નિશાનો બનાવવામાં આવી રહી છે, મણિપુરમાં કેન્દ્રીય મંત્રી આર.કે. રંજન સિંહના આવાસને ગુસ્સે ભરાયેલી ભીડે આગના હવાલે કરી દીધું, ત્યારબાદ આગામી દિવસે જ ભાજપની ઘણી ઓફિસોમાં તોડફોડના સમાચારો સામે આવ્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ શારદા દેવીના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો.

મણિપુરમાં એક મહિના કરતા વધુ સમયથી જાતીય હિંસા ચાલી રહી છે, મણિપુરમાં એક મહિના અગાઉ મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે ભડકેલી જાતીય હિંસામાં 100 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગયા મહિને મણિપુરનો પ્રવાસ કર્યો હતો અને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો હેઠળ વિભિન્ન વર્ગોના લોકો સાથે મુલાકાત કરી હતી. છતા હિંસાની ઘટનાઓ ઓછી થઈ નથી અને વિપક્ષી પાર્ટીઓ તેને લઈને સતત પ્રહાર કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્થિતિનું આંકલન કરવા અને કેન્દ્રીય બળો હેઠળના ઉપયોગ માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક એસ.એલ. થાઉસેનને મણિપુર મોકલ્યા છે. વર્તમાનમાં રાજ્ય પોલીસ ફોર્સ સિવાય મણિપુરમાં 30,000 કેન્દ્રીય સુરક્ષાકર્મી પણ તૈનાત છે. આ બળોમાં કેન્દ્રીય અર્ધસૈનિક બળોની લગભગ 8 બટાલિયન, સેનાની 80 ટુકડીઓ અને આસામ રાઈફલ્સની 67 ટુકડીઓ સામેલ છે. આટલું બધુ હોવા છતા હિંસા પર નિયંત્રણ મેળવી શકાતું નથી.

મણિપુરમાં ભાજપની સરકાર છે. જે રીતે તેજીથી ભાજપના નેતાઓ વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે તેની પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યું છે મેતેઈ સમાજનો ગુસ્સો. રાજ્યમાં 60માંથી 40 ધારાસભ્ય મેતેઈ સમુદાયના જ છે અને આ સમુદાયના લોકોનું કહેવું છે કે ધારાસભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમની વાત સારી રીતે પહોંચાડી નથી. મણિપુરમાં મેતેઈ સમુદાય અને કુકી જનજાતિ વચ્ચે જે વિભાજન થયું છે તેને ઓછું કરવાની જવાબદારી અસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને આપવામાં આવી છે. જો કે, આ નિર્ણયને લઈને પણ મેતેઈ સમુદાયની અંદર અસંતોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ સમુદાયના કેટલાક લોકોનું કહેવું છે કે, તેઓ ઉત્તર પૂર્વ રાજ્યોના અવાજના પ્રતિનિધિ નથી. મણિપુર હાઇકોર્ટનો એક આદેશ હતો જેમાં સરકારને નિર્દેશ આપવામાં આવ્યો કે, 10 વર્ષ જૂની ભલામણને લાગૂ કરે, જેમાં ગેર જનજાતિ મેતેઈ સમુદાઈને જનજાતિમાં સામેલ કરવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ મણિપુરમાં મેતેઈ અને પર્વતીય વિસ્તારોમાં રહેતા કુકી સમુદાય વચ્ચે હિંસા ભડકી ગઈ. ગયા વર્ષે મણિપુરમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી હતી. મણિપુરમાં 60 સભ્યોની વિધાનસભામાં પૂર્ણ બહુમત હાંસલ કરનારી કોંગ્રેસ બાદ બીજી પાર્ટી બની.

ભાજપની જીત ઘણી બાબતે ખાસ હતી. ભાજપની આ જીત પાછળ ઘણા કારણ બતાવવામાં આવ્યા. રાજનીતિના જાણકારોનું કહેવું હતું કે ભાજપ અહીં લોકોને પોતાના કામ બાબતે સમજાવવામાં સફળ રહી. તેની સાથે જ પર્વતીય ઘાટી વચ્ચે જે ઘર્ષણ હતું તેને પણ ઘણી હદ સુધી ઉકેલી લેવામાં આવ્યું, પરંતુ હવે પાર્ટી સામે રાજ્યમાં આ એક નવો પડકાર છે. બીજી તરફ મણિપુર મામલાને લઈને વિપભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પર મૌન કેમ છે. આમ આદમી પાર્ટીએ મણિપુર હિંસા વચ્ચે ભાજપની વિકાસ યાત્રાને લઈને તેની નિંદા કરી છે. TMC સાંસદ ડેરેક ઑ બ્રાયને મણિપુરમાં હાલની હિંસક સ્થિતિના આંકલાન માટે ગૃહ બાબતો પર સંસદની સ્થાયી સમિતિની તાત્કાલિક બેઠક બોલાવવાની માગ કરી છે. સાથે જ કહ્યું કે જમીની હકીકતને સમજવા અને સ્થિતિની વાસ્તવિક જાણકારીની આવશ્યકતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp