ગુસ્સે ભરાયેલી ભીડે ભાજપના આદિવાસી ધારાસભ્ય પર કર્યો હુમલો, હાલત ગંભીર

PC: indiatoday.in

મણિપુરમાં ભડકેલી હિંસાથી 8 જિલ્લા પ્રભાવિત છે. દિલ્હીથી રેપિડ એક્શન ફોર્સ (RAF)ની 5 કંપનીઓ મણિપુર મોકલવામાં આવી છે. આસામ રાઈફલ્સના જવાન અને સેનાએ પણ મોરચો સંભાળી રાખ્યો છે. સરકારે શૂટ એટ સાઇટનો પણ આદેશ આપ્યો છે. હિંસા દરમિયાન રાજધાની ઇમ્ફાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય વુંગજાગિન વાલ્ટે પર પણ ગુસ્સે ભરાયેલી ભીડે હુમલો કરી દીધો. આ હુમલો એવા સમયે થયો, જ્યારે મુખ્યમંત્રી એન. બીરેન સિંહ સાથે મુલાકાત કરીને ધારાસભ્ય રાજ્ય સચિવાલયથી પરત ફરી રહ્યા હતા.

વુંગજાગિન વાલ્ટે કુકી જનજાતિથી આવે છે અને એક આદિવાસી ધારાસભ્ય છે. ફિરજાવલ જિલ્લાના થાનલોનથી 3 વખતના ધારાસભ્ય વુંગજાગિન વાલ્ટે રાજધાની ઇમ્ફાલમાં પોતાના સરકારી આવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ ભીડે તેમના પર અને તેમના ડ્રાઈવર પર હુમલો કરી દીધો, જ્યારે તેમના PSO ભાગવામાં સફળ રહ્યો. આ ઘટના રિમ્સ રોડ પર થઈ, જ્યારે ભીડે તેમના વાહન પર હુમલો કરી દીધો. તેમની સાથે તેમના ચાલકને પણ ઢોર માર મારવામાં આવ્યો. તેમને તાત્કાલિક ઘટનાસ્થળ પરથી કાઢીને ઇમ્ફાલમાં RIMSમાં દાખલ કરાવવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર છે.

વિરોધ માર્ચના રૂપમાં એક અંગારાથી શરૂ થયેલી આગ ક્યારે હિંસામાં ફેરવાઇ ગઈ, ખબર ન પડી. ક્યાંક ઘરોમાં આગ ભભૂકતી નજરે પડી તો ક્યાંક ધૂમડાના ગોટેગોટા. બેકાબૂ ભીડે લક્ઝરી ગાડીઓને આગના હવાલે કરી દીધી. હિંસા બાદ બરબાદીના નિશાન ચારેય તરફ દેખાઈ રહ્યા છે. લગભગ 10 હજાર લોકોને હિંસા પ્રભાવિત વિસ્તારથી કાઢીને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. મણિપુરના 8 જિલ્લામાં કલમ 144 લાગૂ છે. 5 દિવસ માટે ઇન્ટરસેવા બંધ કરવામાં આવી છે. હાલત હાલમાં તણાવપૂર્ણ છે, પરંતુ નિયંત્રણમાં છે.

આ બધા હોબાળાની જડને ‘કબજાની જંગ’ પણ માની શકાય છે. તેને એવી રીતે સમજી શકાય કે મૈતેઇ સમુદાયની વસ્તી અહીં 53 ટકાથી વધારે છે, પરંતુ તેઓ માત્ર ઘડીમાં વસી શકે છે. તો નાગા અને કુકી સમુદાયની વસ્તી 40 ટકાની આસપાસ છે અને તે પર્વતીય વિસ્તારમાં વસ્યા છે, જે રાજ્યનો 90 ટકા વિસ્તાર છે. મણિપુરમાં એક કાયદો છે, જે હેઠળ આદિવાસીઓ માટે કેટલાક ખાસ પ્રાવધાન કરવામાં આવ્યા છે.

એ હેઠળ પર્વતીય વિસ્તારમાં માત્ર આદિવાસી જ વસી શકે છે. જો કે, મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો નથી. એટલે તેઓ પર્વતીય વિસ્તારમાં નહીં વસી શકે. જ્યારે નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાય ઈચ્છે તો ઘાટીવાળા વિસ્તારમાં જઈને રહી શકે છે. મૈતેઈ અને નાગ-કુકી વચ્ચે વિવાદનું આ જ અસલી કારણ છે એટલે મૈતેઈએ પણ પોતાને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp