મનીષ સિસોદિયાના રાજીનામાં બાદ કોણ સંભાળશે વિભાગ? આ 2 નેતાઓના નામ પર ચર્ચા

PC: tribuneindia.com

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના વિભાગ કૈલાશ ગહલોત અને રાજકુમાર આનંદને આપવામાં આવશે. જાણકારોના સંદર્ભે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં અત્યારે કોઈ નવા મંત્રી નહીં બને. મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના 18 વિભાગોની જવાબદારી હતી. મંગળવાર (28 ફેબ્રુઆરી)ના રોજ મોટા રાજકીય ઘટનાક્રમમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામાં સ્વીકારી પણ લીધા છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ હતી. દિલ્હી સરકારમાં મનીષ સિસોદિયાનું એક મોટું કદ હતું. તેમની પાસે રોજગાર, PWD, સ્વાસ્થ્ય, નાણાં, યોજના, જમીન, વિજિલેન્સ, ટૂરિઝ્મ, આર્ટ કલ્ચર, લેબર, શિક્ષણ, ઇન્ડસ્ટ્રી, ઊર્જા, ગૃહ, શહેરી વિકાસ, ઇરિગેશન અને જળ વિભાગ હતા.

કૈલાશ ગેહલોત પાસે અત્યારે લૉ, રેવેન્યૂ, ટ્રાન્સપોર્ટ, WCD, IT અને AR ડિપાર્ટમેન્ટ છે. કૈલાશ ગેહલોત દિલ્હીના નજફગઢથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તો રાજકુમાર આનંદ દિલ્હીના કેબિનેટ મંત્રી છે. તેઓ પટેલ નગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે.એક રિપોર્ટ મુજબ કેજરીવાલ સરકારમાં આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ નવા મંત્રી બનશે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેમણે અને સત્યેન્દ્ર જૈને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.

કેજરીવાલ સરકારે આતિશી મર્લેના અને સૌરભ ભારદ્વાજની મંત્રી તરીકે વરણી કરવાની ફાઇલ ઉપરાજ્યપાલ વિનય સક્સેનાને મકલી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે (26 ફેબ્રુઆરી)ના રોજ CBIએ 8 કલાક લાંબી પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. તેના આગામી દિવસે એટલે કે સોમવારે (27 ફેબ્રુઆરીના રોજ) મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે મનીષ સિસોદિયાને 5 દિવસની CBI રિમાન્ડમાં મોકલી દીધા છે. આ નિર્ણયને મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો, પરંતુ ત્યાંથી પણ ઝટકો લાગ્યો. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અપીલ પર સુનાવણી કરવાની ના પાડી દીધી અને કહ્યું કે, તમારે હાઇ કોર્ટ તરફ જવું જોઈએ. ત્યારબાદ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા આવી કે તેઓ હાઇ કોર્ટમાં જશે.

દિલ્હીમાં કેજરીવાલ સરકાર 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઈઝ પોલિસી લાગૂ કરી હતી. દિલ્હી સરકારે નવી એક્સાઈઝ પોલિસી લાવવાને લઈને માફિયા રાજ સમાપ્ત કરવાનો તર્ક આપ્યો હતો. જુલાઇ 2022માં દિલ્હીના તાત્કાલિન મુખ્ય સચિવે આ કેસમાં ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો. તેમાં એક્સાઈઝ પોલિસીમાં કૌભાંડ સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર દારૂ વેપારીઓને અનુચિત લાભ પહોંચાડવાનો આરોપ પણ લાગ્યો હતો. આ રિપોર્ટના આધાર પર CBIએ 17 ઑગસ્ટ 2022ના રોજ કેસ નોંધાયો હતો. રવિવારે આ જ કેસમાં CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp