26th January selfie contest

મનોજે રાહુલને આપી સલાહ- તમારી તુલના નાના-મોટા ગુનેગારો સાથે કરો સાવરકર સાથે નહીં

PC: aajtak.in

રાહુલ ગાંધીની લોકસભામાંથી સભ્યતા રદ્દ થાય બાદ 25 માર્ચના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર પ્રહાર કર્યો હતો. આ દરમિયાન તેમને પત્રકારોએ માફી માગવા પર સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે, મારું નામ રાહુલ ગાંધી છે, સાવરકર નહીં. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના આ નિવેદનની ખૂબ ચર્ચા થઇ રહી છે અને લોકો તેના પર પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે ગીતકાર મનોજ મુંતશીરે રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન પર મનોજ મુંતશીરે કહ્યું કે, જ્યાં સુધી અનાવશ્યક રૂપે સાવરકરનું નામ ન લેવામાં આવ્યું, હું એ વિષય પર ચૂપ રહ્યો, પરંતુ હવે કહેવું પડશે કે યુવરાજ એક વખત દેશપ્રેમ માટે કાળા પાણી જાઓ. કોલ્હુમાં બળદની જેમ બુટ, 2 કટોરા પાણીમાં આખો દિવસ વિતાવો જેલની દીવાલો પર મા ભારતીની સ્તુતિમાં 6 હજાર કવિતાઓ લખો, પછી સાવરકર પર ટિપ્પણી કરજો. પોતાની તુલના કરવી છે તો કોઇ નાના મોટા ગુનેગાર સાથે કરો, તેની સાથે નહીં જે ભારત ભક્તિનો ગુનો કરીને ધન્ય થઇ ગયા હોય.

મનોજ મુંતશીરની આ ટ્વીટ પર તમામ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ સેવા દળ તરફથી લખવામાં આવ્યું કે, સાવરકરે અંગ્રેજોને માફીનામું લખીને જેલથી છોડવા મજબૂર કરી દીધા હતા. હકીકત તમે પણ જાણો છો, સાવરકરે કાળાપાણીમાં રહીને રાજનૈતિક બંદીઓથી દુરીઓ બનાવી લીધી હતી અને તેમણે કોઇ આંદોલનમાં સાથ આપ્યો નહોતો. ગૌરવ ગૌર નામના યુઝરે લખ્યું કે, તેના પર એક લાંબી ચર્ચા થવી જોઇએ કે આખરે સારું શું છે?

પ્રેસ કોન્ફરન્સ ન કરવું કે પછી સુવિધાજનક અને મેનેજ્ડ સવાલો સાથે રોજ પ્રેસ સામે બેસી જવાનું અને એક પણ અસહજ સવાલ મળતા જ ઉશ્કેરાઇને બહાર થઇ જવું, આ નિર્ણય જનતાએ કરવો જોઇએ. એક યુઝરે લખ્યું કે, કેમ બધા મહારાષ્ટ્રના લોકો ચૂપ છે? રાહુલજી પોતાના મહારાષ્ટ્રના સ્વતંત્રતા સેનાનીઓ અને નેતાઓનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર રાહુલ ગાંધી પર ચૂપ કેમ છે? તેઓ માત્ર ભારતના નાગરિક છે, જેને અન્ય દોષીની જેમ કરવામાં આવેલા ગુના માટે સજા મળશે. એક યુઝરે લખ્યું કે, વડાપ્રધાન તાનાશાહની જેમ વર્તન કરી રહ્યા છે, રાહુલ ગાંધીને કળાપાણી મોકલી આપો, છતા તેઓ સાવરકરજીની જેમ માફી નહીં માગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp