વિપક્ષની મહાબેઠકમાં 27 નેતા, રાહુલ ગાંધીએ કહ્યું-ચોખ્ખું દિલ હોય તો જ સાથે આવજો

PC: twitter.com

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવા માટે એકજૂટ થયેલી દેશની અપોઝિશન પાર્ટીના નેતાઓની મહાબેઠક બિહારટના પટનામાં શરૂ થઇ ગઇ છે. આ બેઠક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બોલાવી છે. આ બેઠકમાં મમતા બેનર્જી,  અરવિંદ કેજરીવાલ, ભાગવંત માન, એમ કે સ્ટાલિન સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રી અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ટાકરે, મહેબૂબા મૂફ્તી, સહિત 5 રાજ્યોના પૂર્વ CM આ મહાબેઠકમાં સામેલ થયા છે. ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાજૂર્ન ખડગે, સંજય રાઉત સહિતના નેતાઓ પણ બેઠકમાં હાજર છે.

આ બેઠકમાં BRS,JDS અને YSR કોંગ્રેસે બેઠકમાં હાજરી આપી નથી.

બિહારના પટનામાં શુક્રવારે શરૂ થયેલી વિરોધ પક્ષની મહાબેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણને વિપક્ષની એકતાની ખુબ જરૂર છે. સાફ દિલ સાથે જ વિપક્ષ ભેગા થાય,સામ સામે સ્પષ્ટ વાત કરવામાં આવે, પછી એવું ન થાય કે અંદર કઇંક વાત કરવામાં આવે અને બહાર જઇને કઇંક જુદુ જ કહેવામાં આવે.

 આ મહાબેઠકમાં 15 પાર્ટીઓના 27 નેતાઓ સામેલ થયા છે. જેમાં JDUના નીતિશ કુમાર અને લલન સિંહ,TMCના મમતા બેનર્જિ, ફિરહાદ હકીમ, ડેરેક ઓ બ્રાયન અને અભિષેક બેનર્જિ, DMKના એમ કે સ્ટાલિન અને ટી આર બાલુ,કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી,AAPના અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને ભગવંત માન, ઝામુમોના હેમંત સોરેન, શિવસેના(UBT)ના ઉદ્ધવ ઠાકરે, આજિત્ય ઠાકરે અને સંજય રાઉત,NCPના શરદ પવાર, સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ, RJDના લાલુપ્રસાદ યાદવ,તેજ્સવી યાદવ,સંજય ઝા,અને મનોજ ઝા, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ,CPIMના સીતારામ યેચુરી અને ડી રાજા,જે એન્ડ કે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા,PDPનો મહેબૂબા મૂફ્તી,CPIMLના દીપકંર ભટ્ટાચાર્ય સામેલ છે.

કેન્દ્રીય ગહ મંત્રી અમિત શાહ અત્યારે જમ્મૂમાં છે તેમણે વિપક્ષ પર નિશાન સાધીને કહ્યું છે કે આજે પટનામાં ફોટોસેશન ચાલી રહ્યું છે. બધા વિપક્ષના નેતા એક મંચ પર આવી ગયા છે. તેઓ સંદેશો આપવા માંગે છે કે તેઓ ભાજપ અને  PM મોદીને પડકારશે. અમિત શાહે કહ્યું કે, હું તેમને કહેવા માંગુ છે કે તમે કેટલાં પણ હાથ મેળવી લો તમે એક સાથે નહીં આવી શકો. કદાચ આવી પણ જશો તો પણ 2024માં 300 બેઠકોની જીત સાથે આવશે તો PM મોદી જ.

વિપક્ષી એકતા બેઠક પહેલા AAPએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી છે કે જ્યારે સંસદમાં દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સ લાવવામાં આવશે ત્યારે કોંગ્રેસ વોકઆઉટ કરશે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું,અમને માહિતી મળી છે કે રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે સમજૂતી થઈ છે કે તેઓ ગેરકાયદેસર વટહુકમ સામે ભાજપની સાથે છે.

ગેરબંધારણીય વટહુકમ દ્વારા દિલ્હીના લોકો અને દિલ્હી સરકારના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. કોંગ્રેસ આટલો સમય કેમ લે છે? કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ કે તે બંધારણની સાથે છે કે ભાજપ સાથે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp