ભાજપમાં બીફ ખાવાનો કોઇ પ્રતિબંધ નથી, હું પોતે ખાઉ છું: BJP પ્રદેશ અધ્યક્ષ

PC: indiatodayne.in

મેઘાલયમાં ચૂંટણીનો ગરમાવો છે. અહી 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવાની છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ અર્નેસ્ટ માવરીના નિવેદને ચૂંટણી હલચલ હજુ વધારી દીધી છે. અર્નેસ્ટ માવરીએ ચૂંટણીના બરાબર પહેલા ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, ભાજપમાં બીફ ખાવા પર કોઇ પ્રતિબંધ નથી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મેઘાયલના ભાજપના પ્રદેશ અધ્યક્ષ અર્નેસ્ટ માવરી કહ્યું કે, ભાજપમાં બીફ ખાવા માટે કોઇ પ્રતિબંધ નથી.

તેમણે કહ્યું કે, તેઓ પોતે બીફ ખાય છે અને તેનાથી કોઇને કોઇ સમસ્યા નથી. ભાજપની અંદર કોઇ સમસ્યા નથી. પાર્ટી કોઇ જાતિ, પંથ કે ધર્મ બાબતે વિચારતી નથી. આપણે જે ઇચ્છીએ તે ખાઇ શકીએ છીએ. તે આપણી ખાવાની ટેવોમાં સામેલ છે. કોઇ રાજનૈતિક પાર્ટીને તેનાથી કેમ સમસ્યા હોવી જોઇએ. જ્યારે અર્નેસ્ટ માવરીએ પૂછવામાં આવ્યું કે હિન્દુ ધર્મમાં તો ગાયને પવિત્ર માનવામાં આવે છે. તેના પર તેમણે કહ્યું કે, તેઓ પોતાની ભોજનની ટેવોનું પાલન કરે છે અને તેના પર કોઇ પ્રતિબંધ નથી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, તેને લઇને અમને કોઇ નિર્દેશ મળ્યા નથી. મેઘાલયમાં દરેક બીફ ખાય છે અને રાજ્યમાં તેના પર કોઇ પ્રતિબંધ નથી. તે આપણી ટેવ અને સંસ્કૃતિ છે. બીફ સાથે જોડાયેલા મુદ્દા ટિપ્પણી કરવા સિવાય તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સંભાવનાઓને લઇને પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યની બધી 60 સીટો પર ઉમેદવાર ઉતારશે. તેમને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, મેઘાલયમાં NPP અને UDP સાથે સખત સ્પર્ધા હશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અર્નેસ્ટ મવારીએ કહ્યું કે, આગામી ચૂંટણીમાં તેમની પાર્ટીને ઓછામાં ઓછી 34 સીટ મળશે. જો કે, તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ કોને વોટ આપે છે. મવારીએ કહ્યું કે, જો લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઇચ્છે છે તેઓ તેમણે નિશ્ચિત રૂપે ભાજપને રાજ્યમાં શાસન કરવાનો ચાન્સ આપવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી 2023ના રોજ 60 સીટો પર વિધાનસભાની ચૂંટણી થવાની છે અને તેનું પરિણામ 2 માર્ચના રોજ આવશે.

મેઘાલયમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નોર્થ તૂરામાં 17 ફેબ્રુઆરીના રોજ રેલીમાં NPP સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ હવે બધી 60 સીટો પર લડશે. માવરી પણ એ દરમિયાન ઉપસ્થિત હતા. તેમણે જાન્યુઆરી 2020માં મેઘાલય ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp