તેઓ કહે છે મોદી તારી કબર ખોદાશે, દેશનો ખૂણો ખૂણો કહે છે મોદી તારો કમળ ખિલશે: PM

PC: twitter.com/narendramodi

27 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેઘાલયની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રોડ શૉ પણ કર્યો છે. શિલોંગમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર અનેક વાર કર્યા. ભાજપે મેઘાલયની બધી સીટો પર પહેલી વખત ઉમેદવાર ઉતાર્યા છે. જ્યાં 27 ફેબ્રુઆરીના રોજ નાગાલેન્ડ સાથે મતદાન થવાનું છે. ચાલો તો આ આર્ટિકલાં જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં શું શું કહ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલોંગમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે, મેઘાલયના હિતોને બધી પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના નાના મુદ્દા પર વહેંચવામાં આવ્યા. આ રાજનીતિએ તમારું ખૂબ નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદને લઈને પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મેઘાલયને વંશવાદી રાજનીતિથી મુક્ત થવું જોઈએ. દિલ્હી જ નહીં, મેઘાલયમાં પણ પારિવારિક પાર્ટીઓએ પોતાની તિજોરી ભરવા માટે મેઘાલયને ATMમાં બદલી દીધું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને એમ કહેતા ખુશી થઈ રહી છે કે મેઘાલય અને પૂર્વોત્તરની જનતા કમળ અને ભાજપ સાથે છે. મેઘાલયને ‘પરિવાર પ્રથમ’ સરકારની જગ્યાએ ‘જન પ્રથમ’ સરકારની જરૂરિયાત છે. યુવાનો હોય, મહિલાઓ હોય, વેપારી હોય, સરકારી કર્મચારી હોય, દરેક ભાજપ સરકારની માગ કરી રહ્યું છે. મેઘાલય સાથે સાથે ઉત્તર પૂર્વમાં ભાજપના સમર્થનની ભાવના કેટલાક પરિવારોના સવારથી કાર્યોનું પરિણામ છે. કેટલાક લોકો, જેમને દેશે નકારી દીધા છે, તેઓ નિરાશામાં ડૂબી ચૂક્યા છે.

તેમણે આગળ કહ્યું કે, તેઓ આજકાલ માળા જપે છે અને કહી રહ્યા છે કે મોદી તારી કબર ખોદાશે, પરંતુ દેશનો ખૂણો ખૂણો કહી રહ્યો છે કે મોદી તારો કમળ ખિલશે. તમારો આ પ્રેમ, તમારો આ આશીર્વાદ, હું તમારા આ ઋણને જરૂર ચૂકવીશ. તમારા આ પ્રેમ અને આશીર્વાદનું ઋણ હું મેઘાલયનો વિકાસ કરીને ચૂકવીશ. તમારા કલ્યાણના કામને ગતિ આપીને ચૂકવીશ. તમારા આ પ્રેમને બેકાર નહીં જવા દઉં. ભારત સફળતાની નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે અને મેઘાલય તેમ મજબૂત યોગદાન આપી રહ્યું છે. અમે તેને આગળ વધારવા માગીએ છીએ અને રાજ્ય માટે કામ કરવા માગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp