મોજે દરિયા- પોતાના બર્થડે પર મંત્રી રૂપાલાનું નવું સાહસ, ખાસ યુવાનો માટે છે

PC: economictimes.indiatimes.com

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા જ્યારે બોલતા હોય ત્યારે લોકો ચુપચાપ સાંભળતા હોય છે. જો ગુજરાતમાં પબ્લિકને કલાકો સુધી બાંધી રાખે તેવી વક્તવ્ય કળા હોય તેવા જૂજ નેતાઓ છે તેમાં રૂપાલાનું નામ અગ્રણી છે.

ભાજપની રેલીઓમાં પણ લોકો તેમને સાભંળવા આવે છે એટલે તેઓ સ્ટાર પ્રચારક હોય છે. હવે તેમણે એક નવું સાહસ કર્યું છે. તેઓ પોતાની એક યૂ ટ્યૂબ ચેનલ લોન્ચ કરવા જઇ રહ્યા છે. જેનું નામ છે મોજે દરિયા. આ ચેનલ શરૂ કરવાની જાહેરાત પણ તેમણે પોતે જ કરી છે.

તેઓ વીડિયોમાં જણાવે છે કે લોક સાહિત્ય સાથે નવી પેઢીને જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનું એક આયોજન એટલે મોજે દરિયા!"

ચેનલ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રજૂ કરીયે છીએ મોજે દરિયા : 1st ઓક્ટોબર, રવિવારે પહેલો એપિસોડ રિલીઝ થશે... જેમાં આપની સાથે જોડાશે પરશોત્તમભાઈ રૂપાલા સાથે પદ્મશ્રી ભિખુદાનભાઈ ગઢવી!

આવનારા એપિસોડ્માં આપની સાથે જોડાશે પરશોત્તમભાઈ રૂપાલા સાથે કાજલબેન ઓઝા, પદ્મશ્રી શાહબુદ્દીન ભાઈ રાઠોડ અને શ્રી માયાભાઈ આહિર...

ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબરે તેમનો 69મોં બર્થડે આવે છે. તેમનો જન્મ 1954માં થયો હતો. તેઓ બીએસસી, બીએડ સુધી ભણ્યા, શાળામાં આચાર્ય પદ સુધી પહોંચ્યા. પછી અમરેલી નગરપાલિકાના પ્રમુખ બન્યા. પછી એમએલએ અને મંત્રીપદ સુધી પહોંચ્યા. હાલમાં કેન્દ્રમાં પશુપાલન અને ડેરીના મંત્રી છે. તેમનું નામ વાંરવાર ગુજરાતના મુખ્યમંત્રીપદ માટે પણ સતત ચર્ચાતું હોય છે.

તેમની પોતાની યુ ટ્યૂબ ચેનલ પર 64 હજારથી વધુ લોકો જોડાયેલા છે. જોકે, આ નવી ચેનલ પર પણ જાહેરાત થતાની સાથે જ 596 સબસ્ક્રાઇબર્સ જોડાઇ ગયા છે.

રૂપાલા સોશિયલ મીડિયા પર પણ ખાસ્સા ફેમસ છે. તેમના રાજકીય ભાષણો પણ વાયરલ થતા હોય છે. તેમની અન્ય સોશિયલ મીડિયા પર પણ પ્રેઝન્સ ખૂબ સારી છે. ફેસબુક પર તેમની સાથે 4 લાખ 23 હજારથી વધુ લોકો જોડાયેલા છે. તો માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર 5 લાખથી વધુ લોકો જોડાયેલા છે.

યુવાનો લોક સંસ્કૃતિ સાથે જોડાય તે ખૂબ જરૂરી છે. એટલે રૂપાલાનું આ સાહસ ખૂબ જ સરાહનીય છે. લોકો તેમના આ નવા સાહસને આવકારી પણ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp