હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટા રાહતના સમાચાર આપ્યા

PC: facebook.com/HardikPatel.Official

ગુજરાત ભાજપના નેતા અને વિસનગરના ધારાસભ્ય હાર્દિક પટેલને વર્ષ 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે થયેલી હિંસા, તોફાનો અને આગચંપીના ઘટનામાં સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને હાર્દિકના રેગ્યુલર જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. હાર્દિકને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે.

આજથી 8 વર્ષ પહેલા હાર્દિક પટેલને ગુજરાતમાં પણ ભાગ્યે જ કોઇક ઓળખતું હતું, પરંતુ હાર્દિક પટેલે વર્ષ 2015માં યુવાન વયે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતું અને તેને કારણે આખુ ગુજરાત હચમચી ગયું હતું એ પછી હાર્દિકને ગુજરાત સહિત આખા દેશના લોકોની નજર પડી. પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોએ સરકાર સામે લાંબી લડત આપી હતી અને વર્ષ 2015માં અમદાવાદની એક સભામાં આગ ચંપી અને તોડફોડની ઘટના બની હતી. આ પછી હાર્દિક પટેલે અનેક વખત કોર્ટ કેસનો સામનો કરવો પડ્યો.

ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે હિંસા ફાટી નિકળી હતી તેમાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. તે વખતે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા હતા. હાર્દિક પટેલે વર્ષ 2015માં આજ કેસમાં તેમના આગોતરા નામંજૂર કરવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

શરૂઆતમાં તો મહેસાણાની નીચલી અદાલતે હાર્દિક પટેલને દોષિટ ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે હાર્દિકે આ સજા સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિકે પોતાની સજાને સ્થગિત કરવા માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતા હાર્દિકે સુપ્રીમનો રૂખ કર્યો હતો.

જો કે તે સમયે સુપ્રીમ કોર્ટે આ  અરજી તરત સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. તે વખતે હાર્દિક પટેલે અપીલ કરી હતી કે તેની સજા પાછી ખેંચી લેવામાં આવે જે તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. એ પછી સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી હતી.

હાર્દિક પટેલે 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું તેના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુરશી છોડવી પડી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી હતી. આંદોલન દરમિયાન હાર્દિકે કોંગ્રેસ પાર્ટી જોઇને કરી હતી, પરંતુ  એ પછી ભાજપનો ખેસ પહેરી લીધો હતો અને ગુજરાત વિધાનસભા 2022માં ભાજપે વિસનગરથી હાર્દિક પટેલની ટિકીટ આપી હતી અને તેમણે જીત મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp