સીમા હૈદરને ફિલ્મ ઓફર કરીને ફસાયા અમિત જાની, હવે MNSએ આપી ચેતવણી

PC: mumbailive.com

પાકિસ્તાની મહિલા સીમા હૈદર પબ્જી રમતા પ્રેમ થયા બાદ સચિન મીણા માટે ભારત આવી ત્યારથી ચર્ચામાં છે. હવે તો તેની પ્રેમ કહાની પર ‘કરાંચી ટૂ નોઇડા’ નામથી ફિલ્મ બની રહી છે, જેના ઓડિશન પણ શરૂ થઈ ચૂક્યા છે. ફાયરફોક્સ પ્રોડક્શન સચિન અને સીમા હૈદરની લવ સ્ટોરી પર ફિલ્મ બનાવી રહ્યું છે. તેણે સીમા હૈદરને પણ ફિલ્મ ઓફર કરી છે, જેના પર રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ગુસ્સે ભરાઈ છે અને મેકર્સને ધમકી આપી છે. MNS પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે જો એવા તમાશા બંધ ન કર્યા તો રાડા થઈ જશે.

MNS પાર્ટીના સિનેમા વિંગના અધ્યક્ષ આમેય ખોપકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર સીમા હૈદર અને સચિન મીણા પર બની રહેલી ફિલ્મના મેકર્સને વોર્નિંગ આપી નાખી છે. તેમણે એક લાંબી-લચાક પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું કે, કોઈ પણ પાકિસ્તાની નાગરિકને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની મંજૂરી ન આપવામાં આવે. અમે પોતાના વિચારો પર કાયમ છીએ કે પાકિસ્તાની નાગરિકને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પાકિસ્તાની નાગરિકોને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ જગ્યા ન મળવી જોઈએ. સીમા હૈદર એક પાકિસ્તાની મહિલા છે, જે આ સમયે ભારતમાં છે.

તેમણે આગળ લખ્યું કે, એવા સમાચારો પણ હતા કે તે ISI એજન્ટ હતી. આપણી ઇન્ડસ્ટ્રીના કેટલાક નવા કલાકાર આ જ સીમા હૈદરની પોપ્યુલારિટી માટે એક્ટ્રેસ બનાવવા માગે છે. દેશદ્રોહી નિર્માતાઓને શરમ કેમ આવતી નથી? સાર્વજનિક ચેતવણી આપવામાં આવી રહી છે કે એવા તમાશા તાત્કાલિક બંધ કરે નહીં તો MNSના હુમલા માટે તૈયાર રહો. જો તમે સાંભળતા નથી તો રાડા થઈ જશે. થોડા દિવસ અગાઉ સીમા હૈદરે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે ફિલ્મોમાં સલમાન ખાન અને સની દેઓલ જેવા સ્ટાર્સ સાથે કામ કરવા માગે છે.

હાલમાં જ પ્રોડ્યુસર અમિત જાની સીમા હૈદરને લઈને એક ફિલ્મ અનાઉન્સ કરી હતી, જેનું નામ ‘કરાંચી ટૂ નોઇડા’ છે. રિપોર્ટ્સ મુજબ, સીમા હૈદરે ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં મેકર્સે સીમા હૈદરના પૂર્વ પતિ ગુલામ હૈદરને પણ પાકિસ્તાનથી બોલાવી લીધો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા અમિત જાનીએ કહ્યું હતું કે, જો ગુલામ ભારત ન આવી શક્યો તો તે પોતાના રાઇટરને સાઉદી અરબ મોકલશે, જ્યાં ગુલામ અત્યારે રહે છે. સીમા હૈદર થોડા અઠવાડિયા અગાઉ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી ભારતની સીમામાં ઘૂસી ગઈ હતી અને ત્યારથી તે પોતાના પ્રેમી સચિન મીણા સાથે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp