જવાનોની શહીદીનો મોદી સરકાર બદલો લે, બિલાવલને ભારતમાં ન આવવા દે: શિવસેના

PC: abplive.com

જમ્મૂ-કાશ્મીરમાં 20 એપ્રિલે ભારતીય સૈનિકો પર આતંકી હુમલો થયો હતો. જેને લીધા જમ્મૂ-કાશ્મીરના શિવસેના એકમે પાકિસ્તાનનો ધ્વજ અને PAFFના પુતળાં દહન કર્યા હતા અને મોદી સરકાર સામે માગ કરી છે કે જવાનોની શહીદીનો બદલો લેવામા આવે અને પાકિસ્તાનના નેતા બિલાવલને ભારતની ભૂમિ પર મુકવા દેવામાં ન આવે. આતંકવાદીઓના હુમલામાં સેનાના જવાનો શહીદ થવાને કારણે બધા દેશવાસીઓમાં રોષ છે.

જમ્મૂ-કાશ્મીમાં LOCને અડીને આવેલા પુંછ જિલ્લાના ભિમ્બર ગલી વિસ્તારમાં ગુરુવાર 20 એપ્રિલે એક સૈન્ય વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 5 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. આ હુમલાને લઇને શિવસેના ( ઉદ્ધવ ઠાકરે ગ્રુપ) ભડકી છે. જવાનો પરના આ હુમલાનો શિવસેનાની જમ્મૂ-કાશ્મીર યુનિટે જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની ધ્વજ અને હુમલાની જવાબદારી લેનાર જૈશે-એ મોહમંદના PAFFના પુતળાં ફુંક્યા હતા.

 શિવસેના પાર્ટી પ્રદેશ પ્રમુખ મનીષ સાહનીના નેજા હેઠળ જમ્મૂના રૂપનગરમાં આવેલા પાર્ટીના કાર્યાલય પાસે શિવ સૈનિકો ભેગા થયા હતા. તેમણે ભારતીય જવાનોની શહીદીની વકાલત કરીને પાકિસ્તાનન અને PAFF સામે નારા લગાવ્યા હતા. સાહનીએ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથેના સીધા યુદ્ધમાં 3 વત હારી ચૂક્યું છે.

સાહનીએ કહ્યુ કે ભારત સામે ષડયંત્ર રચીને અને આતંકવાદને પ્રોત્સાહ આપીને પાકિસ્તાન કંગાળ છઇ ચૂક્યું છે. ખાવાની ચીજોના ભાવો પાકિસ્તાનમાં આસમાને છે. કંગાળ થઇ ગયેલું પાકિસ્તાન આંતરારાષ્ટ્રીય સ્તરે પણ નાદાર થવાની સ્થિતિમાં આવી ગયું છે. તેમણે આગળ કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા પાકિસ્તાન કરગરી રહ્યું છે. પરંતુ આમ છતા કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓ અંજામને લઇને પાકિસ્તાન સુધરતું નથી.

સહાનીએ કહ્યું કે પાકિસ્તાનની નાપાક હરકતોનો હવે ઘડો ભરાઇ ગયો છે અને હવે સમય આવી ગયો છે કે કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન પર જોરદાર સૈન્ય કાર્યવાહી કરીને તેને પાઠ ભણાવે. સહાનીએ કહ્યું કે ભારતીય જવાનોના હત્યારા દેશથી આવતા બિલાવલ ભુટ્ટોને ભારતની ભૂમિ પર પગ મુકવાની મંજૂરી આપવામાં ન આવે.

આ પ્રસંગે મહિલા પાંખના પ્રમુખ મીનાક્ષી છિબ્બર, મહામંત્રી વિકાસ બક્ષી, કામદાર વિંગના પ્રમુખ રાજ સિંહ, શશી પાલ, ટીટુ સહગલ, મમતા, બિટ્ટુ ભટ, પ્રેમ, સરોજ, બંટી, રીતુ, શુશીલા, ભગવતી, રવિ, હરિન્દર, રમેશ વગેરે હાજર રહ્યા હતા. અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp