અદાણી મામલે મોદી સરકારે કહ્યું- સરકારને આ મામલામાં કોઇ લેવા-દેવા નથી

PC: businesstoday.in

અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના અદાણી ગ્રુપના રિપોર્ટ પછી કેન્દ્ર સરકારે હાથ ઉંચા કરી દીધા છે. અદાણી વિવાદને લઇને છેલ્લાં બે દિવસથી વિપક્ષ સંસદમાં કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ વિવાદ પર મોદી સરકારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સંસદીય કામકાજના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારને આ મામલામાં કોઇ લેવા દેવા નથી.

અદાણી પરના હિંડનબર્ગના રિપોર્ટને કારણે વિરોધ પક્ષનો સરકાર પર હુમલો કરવાનો મોટો મોકો મળી ગયો છે અને બજેટ સત્રની કામગીરીમાં વિપક્ષના વિરોધને કારણે સંસદની કામગીરી ઠપ્પ થઇ રહી હતી. શુક્રવારે પણ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષોએ ભારે હંગોમા મચાવીને બંને ગૃહ ચાલવા દીધા નહોતા. વિરોધ પક્ષોએ એટલો જોરદાર હોબાળો મચાવ્યે કે સસંદને સોમવાર સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડ્યો.

ભાજપના પાર્લામેન્ટરી અફેર્સના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અદાણી વિવાદ મામલે કેન્દ્ર સરકારને કોઇ લેવા-દેવા નથી. વિરોધ પક્ષો આ મુદ્દો એટલા માટે ઉંચકી રહ્યા છે, કારણકે તેમની પાસે બીજો કોઇ મુદ્દો છે જ નહીં.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધીને ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથે દોસ્તી હોવાનું કહેતા રહ્યા છે. સાથે રાહુલ ગાંધી એવો પણ આરોપ લગાવતા રહ્યા છે કે મોદી સરકાર તેમના ખાસ મિત્રોને જ લાભ પહોંચાડી રહી છે.

હવે જ્યારે 24 જાન્યુઆરીએ હિંડનબર્ગે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપનો એક રિપોર્ટ જાહેર કર્યો અને તેને કારણે વિરોધ પક્ષને સરકાર સામે દાવ લેવોનો મોટો મોકો મળી ગયો. એટલે છેલ્લાં બે દિવસથી સસંદના બંને ગૃહોમાં વિપક્ષ હોબાળો મચાવી રહ્યું છે.

શુક્રવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ એક વાતની સ્પષ્ટતા કરી હતી કે અદાણી ગ્રુપમાં SBI અને LICનું જે એક્સપોઝર છે તે નિયત મર્યાદામાં જ આપવામાં આવ્યું છે અને અદાણીના શેરો તુટવા છતા સરકારનું રોકાણ તો નફામાં છે.

હિંડનબર્ગના રિપોર્ટના ભારતમાં તો પડઘા પડ્યા જ છે, પરંતુ દુનિયાભરમાં પણ ઘેરો પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસ આ મુદ્દાને છોડવા માંગતી નથી અને કોંગ્રેસ પ્રમુખે શુક્રવારે એવી જાહેરાત કરી કે દેશભરના દરેક જિલ્લામાં SBI અને LIC ઓફીસની બહાર કોંગ્રેસના કાર્યકરો પ્રદર્શન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp