26th January selfie contest

લદ્દાખમાં ચીન વિરુદ્ધ મોદી સરકારની DDLJ નીતિ, કોંગ્રેસના નેતાએ સમજાવ્યો મતલબ

PC: tribuneindia.com

બે દિવસ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ પર રાહુલ ગાંધીના નિવેદનની મજાક ઉડાવી હતી. જયશંકરે કહ્યું હતું કે, જે વિસ્તારો પર ચીનના કબ્જાની વાત તેઓ કરી રહ્યા છે તે 1962ની વાત છે, આજની નહીં. હવે જયશંકરના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્ર પર સત્યનો સ્વીકાર ના કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મે 2020 બાદથી લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી સામે લડવા નરેન્દ્ર મોદી સરકારની મનપસંદ રણનીતિ છે- DDLJ.

જયરામ રમેશે DDLJનો મતલબ પણ જણાવ્યો. તેમણે કહ્યું- મોદી સરકારનો મંત્ર છે- ડિનાઈ (ઈન્કાર), ડિસ્ટ્રેક્ટ (ધ્યાન ભટકાવવું), લાઈ (જુઠાણું) અને જસ્ટીફાઈ (ન્યાયોચિત ગણાવવું).

સોમવારે કોંગ્રેસે મોદી સરકાર પર નવો હુમલો કરતા બોલિવુડની પોપ્યુલર ફિલ્મ ‘DDLJ’નો નવો મીનિંગ શોધી કાઢ્યો. જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું, વિદેશ મંત્રી એસ. જયશંકરની કોંગ્રેસ પાર્ટી પર હુમલો કરનારી હાલની ટિપ્પણી મોદી સરકારની વિફળ ચીન નીતિ પરથી ધ્યાન હટાવવાનો નવીનતમ પ્રયાસ છે. સૌથી હાલનું રહસ્યોદ્ઘાટન એ છે કે, મે 2020 બાદથી ભારતે લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ બિંદુઓ સુધી પોતાની પહોંચી ગુમાવી દીધી છે.

રમેશે કહ્યું કે, તથ્ય એ છે કે 1962 સાથે આજની સરખામણી એવા સમયમાં કરવામાં આવી રહી છે, જ્યારે 2020થી ભારત પોતાના ક્ષેત્રની રક્ષા માટે ચીન સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ભારતે તેના પર ઈન્કાર સાથે ચીની આક્રામકતાનો સ્વીકાર કરી લીધો છો. જયરામ રમેશે આ વાત જયશંકરના એ નિવેદનના થોડાં દિવસો બાદ જ કહી છે જેમા તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો જાણીજોઈને ચીન મુદ્દા વિશે ખોટા સમાચાર ફેલાવે છે. એ જાણવા છતા કે આ સત્ય નથી, આ બધુ રાજકારણ માટે કરવામાં આવી રહ્યું છે. 1962માં ચીને કબ્જો કર્યો હતો, તેને એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે જાણે આજની વાત છે. જયશંકરે આ ટિપ્પણી પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. તેમણે ડાયરેક્ટ કોઈનું નામ નહોતું લીધું પરંતુ, માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધીના હાલના નિવેદન પર જયશંકર કમેન્ટ કરી રહ્યા હતા.

જયરામ રમેશે પૂછ્યું, 2017માં ચીનના રાજદૂતને મળવા માટે રાહુલ ગાંધી પર જયશંકરનું એવુ કહેવુ વિડંબણા છે કે, કોઈત એવા વ્યક્તિ તરફથી આવી રહ્યું છે જે ઓબામા પ્રશાસન દરમિયાન અમેરિકામાં રાજદૂતના રૂપમાં સંભવતઃ પ્રમુખ રિપબ્લિકનને મળ્યા હતા. શું વિપક્ષી નેતા ડિપ્લોમેટ્સને મળવાના હકદાર નથી? એવા દેશો જે વ્યાપાર, નિવેશ અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી સરકારે શરૂઆતથી જ ઈમાનદાર હોવુ જોઈતું હતું અને સંસદીય સ્થાયી સમિતિઓમાં ચીન સંકટ પર ચર્ચા કરીને અને સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરીને વિપક્ષને વિશ્વાસમાં લેવો જોઈતો હતો. તેમણે કહ્યું, આ પ્રમુખ રાજકીય પક્ષોના નેતાઓ માટે વિસ્તૃત બ્રીફિંગ કરવું જોઈતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp