સભ્યતા રાહુલ ગાંધીની ગઈ પણ સાંસદ નારણ કાછડિયાની કેમ થઈ રહી છે ચર્ચા? જાણો કારણ

PC: twitter.com

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરત કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સંસદ સભ્યતા જતી રહી છે, પરંતુ ગુજરાતના રાજનૈતિક ગલિયારામાં અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાની ખૂબ ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદન કાયમ રહેવાના કારણે 2 વર્ષની સજા થઈ છે. આગામી દિવસોમાં જો આ સજા પર રોક લાગતી નથી, તો રાહુલ ગાંધી વર્ષ 2024માં ચૂંટણી પણ નહીં લડી શકે.

એવામાં અમરેલીથી સતત 3 વખત સાંસદ બનેલા નારણભાઇ કાછડિયાનો એટલે ઉલ્લેખ થઈ રહ્યો છે કે, તેમને વર્ષ 2013ના એક કેસમાં સેશન કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે તેમની લોકસભાની સભ્યતા જોખમમાં આવી ગઈ હતી. નારણભાઇ કાછડિયા ખૂબ મુશ્કેલીથી પોતાની સભ્યતા બચાવી શક્યા હતા. 25 એપ્રિલ 1955ના રોજ જન્મેલા નારણભાઇ કાછડિયા વર્ષ 2009થી અમરેલી લોકસભાના સાંસદ છે. તેમણે પંચાયતથી સંસદ સુધીની સફર પૂરી કરી છે.

તેઓ વર્ષ 1986માં ચરખિયાના સરપંચ બન્યા હતા. ત્યારબાદ ફરી તેઓ પંચાયત પરિષદના સભ્ય, APMCના ડિરેક્ટર અને પછી વર્ષ 2009માં પહેલી વખત લોકસભા પહોંચ્યા હતા. નારણ કાછડિયાને વર્ષ 2013માં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 1 જાન્યુઆરી 2013ના રોજ તેમણે સિવિલ હૉસ્પિટલમાં એક દલિત ડૉક્ટરને થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ કેસ દાખલ થયો અને પછી અમરેલીની કોર્ટે તેમને આ કેસમાં 3 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ નારણભાઇ કાછડિયાની સભ્યતા પર જોખમ મંડરાઈ રહ્યું હતું.

નારણભાઇ કાછડિયા પોતાની લોકસભાની સભ્યતા બચાવવા અને સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. તો નારણ કાછડિયાને ત્યાંથી રાહત ન મળી અને 19 એપ્રિલ 2016ના રોજ કોર્ટે તેમને રાહત આપવાની ના પાડી દીધી. ત્યારબાદ નારણભાઇ કાછડિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સુપ્રીમ કોર્ટમાં તાત્કાલીન જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ એન.વી. રમણાની બેન્ચે કાછડિયાની સજા ફગાવી દીધી. તેમને એટ્રોસિટીના કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.

કોર્ટે આ નિર્ણય સાંસદ અને ડૉક્ટર વચ્ચે થયેલી સમજૂતી બાદ આપ્યો હતો. તેમાં સાંસદે શરત વિના પીડિતને વળતર આપવા અને ભવિષ્યમાં સારું આચરણ કરવાનો વાયદો પણ કર્યો, જેથી તેમની સભ્યતા બચી જાય. સુરત કોર્ટના નિર્ણયના આગામી દિવસે જ રાહુલ ગાંધીની સભ્યતા જવા પર ગુજરાતના રાજનીતિક ગલિયારામાં નારણભાઇ કાછડિયાની ચર્ચા એટલે પણ થઈ રહી છે કેમ કે તેમને ન માત્ર કાયદાકીય લડાઈ લડવાનો પૂરતો સમય મળ્યો હતો, પરંતુ સભ્યતા જવા અગાઉ તેમણે પીડિત પક્ષ સાથે સમજૂતી કરીને પોતાના રાજનીતિક કરિયરને તબાહ થતા બચાવી લીધું હતું.

રાહુલ ગાંધીની જેમ જ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા ફસાઈ ગયા હતા. એ સમયે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ચૂંટાયેલા પ્રતિનિધિને જો 2 વર્ષની સજા થવા પર સભ્યતા પર નિર્ણય 14 દિવસની અંદર કરવાનું પ્રવધાન હતું. ત્યારે નારણભાઇ કાછડિયા સુપ્રીમ કોર્ટ પાસેથી રાહત સમય સીમા સમાપ્ત થવાના એક દિવસ પહેલા જ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp