સાઉદી ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું, જાણો શું કર્યું

PC: thehindu.com

G20 શિખર સંમેલનમાં ભાગ લેવા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કર્યા બાદ સાઉદી અરેબિયા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાછા પોતાના દેશ ફરી ગયા છે. જો કે, તેમના સાઉદી અરબ પરત ફરતી વખત પાકિસ્તાન જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ રસ્તામાં પડતા ઇસ્લામાબાદ પડાવ પર રોકાશે, પરંતુ સાઉદી ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું અને તેઓ ઇસ્લામાબાદમાં ન રોકાયા.

તેનાથી પાકિસ્તાની અધિકારીઓને ખૂબ નિરાશા પણ થઈ છે. સાઉદી ક્રાઉન મોહમ્મદ બિન સલમાને સોમવારે ભારતની પોતાની 3 દિવસીય યાત્રા પૂરી કરી. એક રિપોર્ટ મુજબ, જાણકારોનું કહેવું માનીએ તો સાઉદી ક્રાઉન પ્રિન્સ સંક્ષિપ્ત યાત્રા નક્કી નહોતી, છતા પાકિસ્તાન આશા રાખી રહ્યું હતું કે રાજ્યના વાસ્તવિક શાસક ઇસ્લામાબાદ રોકાશે. એવી એટલે આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સે વર્ષ 2019માં નવી દિલ્હી આવવા અગાઉ એમ કર્યું હતું.

એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મોહમ્મદ બિન સલમાન, જે સાઉદી અરબના વડાપ્રધાન પણ છે, G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની પોતાની યાત્રા અગાઉ કે પછી એક સંક્ષિપ્ત પ્રવાસ દરમિયાન ઇસ્લામાબાદ પહોંચશે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાજ જહરા બલૂચે ગત શુક્રવારે પોતાની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન એક સવાલનો જવાબ આપતા એ વાતની પુષ્ટિ કરવાની અસમર્થતા દેખાડી હતી કે સાઉદી ક્રાઉન પ્રિન્સ ભારત પ્રવાસ વખત પાકિસ્તાન આવશે કે નહીં.

તેમણે એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, જ્યાં સુધી ક્ષેત્રના કોઈ ઉચ્ચ સ્તરીય યાત્રાનો સવાલ છે. અમે આ સ્તર પર કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. એક વખત એવી યાત્રાની પુષ્ટિ થઈ જવા પર અમે જાહેરાત કરીશું. જો કે, વિશેષ રોકાણ સુવિધા પરિષદ (SIFC)ના અધિકારીઓએ કહ્યું કે, અધિકારી ઉત્સૂક હતા કે સાઉદી ક્રાઉન પ્રિન્સ ઇસ્લામાબાદમાં હાલની વ્યવસ્થાના સમર્થનના સંકેત આપવા માટે આ યાત્રા કરે.

તો ભારતની મહેમાનનવાજીમાં સાઉદી અરબના વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એવું કહી દીધું જેની પાકિસ્તાનને ક્યારેય આશા નહોતી. તેમણે કહ્યું કે, દેશે પહેલા પોતાને ત્યાં આતંકવાદને આશ્રય આપવાથી ઉપર આવવું પડશે. તેમણે તમામ એવા સંગઠનોને ખતમ કરવા પડશે. એ સિવાય ગુનેગારોને વહેલી તકે સજા આપવી પડશે. પાકિસ્તાન પર ખૂબ પહેલાથી આતંકવાદીઓને શરણ આપવાના આરોપ લાગતા રહ્યા છે. પરંતુ તે હંમેશાં ભારત પર બદનામ કરવાનો આરોપ લગાવતું રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp