
લખનૌ વિધાનસભામાં 26 જાન્યુઆરીની પરેડદ દરમિયાન ખુરશી પર બેસવાની હોડનો પૂર્વ મંત્રી અને હાલના મંત્રીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પૂર્વ મંત્રી મોહસિન રઝાએ ખુરશી પર બેસવા માટે હાલના લઘુમતી કલ્યાણ મંત્રી દાનિશ આઝાદ અન્સારી સાથે તોછડી હરકત કરી દીધી. તેમને બીજી ખુરશી પર બેસવા કહેતા જોવા મળ્યા. મોહસિન રઝા આ દરમિયાન દાનિશ આઝાદ અન્સારીને હટાવાતા નજરે પણ પડ્યા હતા. જો કે, બંનેએ માન્યું કે કન્ફ્યૂઝન થઇ ગયું હતું અને કેમારા પર બોલવાની ના પાડી દીધી.
પરંતુ આ ઘટના દરમિયાન દાનિશ અન્સારીના ચહેરા પર અજીબો-ગરીબ ભાવ સ્પષ્ટ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી મોહસિન રઝા મંત્રીને હટાવીને દાનિશ આઝાદ અન્સારીને લઘુમતી કલ્યાણ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. દાનિશ અન્સારી પસમંદાના મુસ્લિમ સમજમાંથી આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને બધા કદાવર મંત્રી પસમંદા મુસ્લિમોને સાધવામાં લાગ્યા છે. એવામાં આ સમય દાનિશ અન્સારીનું કદ વધેલું છે.
#मोहसिन_रजा की दादागिरी कैमरे में कैद, यूपी के अल्पसंख्यक कल्याण राज्य मंत्री #दानिश आजाद अंसारी को जबरदस्ती कुर्सी से हटाया, बीते साल #अयोध्या में आरती के दौरान सीएम #योगी_आदित्यानाथ भी मोहसिन को लगा चुके हैं लताड़ pic.twitter.com/DpvYxziqAz
— Divyansh Rastogi (@DivyanshRJ) January 26, 2023
પૂર્વ મંત્રી મોહસિન રાઝા મુજબ, આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી બ્રૃજેશ પાઠક સાથે વાત કરી રહ્યા હતા. તેમની સાથે વાત કરવાના કારણે અમે તેમની પાસે બેસી ગયા હતા. એ સિવાય બીજો ત્યાં કોઇ એવો પ્રોટોકોલ નહોતો. ઉતાવળમાં એ થયું, દાનિશ પણ આ વાતથી સહમત હતા, તો તેઓ બાજુવાળી સીટ પર બેસી ગયા. લઘુમતી રાજ્ય કલ્યાણ મંત્રી દાનિશ આઝાદે કહ્યું કે, અમારે ત્યાં બેસવાનું હતું, પરંતુ કદાચ કોઇ કન્ફ્યૂઝન થયું. પ્રોટોકોલ હોય છે, એ જ સમજીને બેસી રહ્યો હતો. પરંતુ મોહસિન રઝાએ કહ્યું કે, તમે પેલી બાજુ બેસી જાઓ, મારે અહીં બેસવું છે. તો હું બેસી ગયો.
મોહસિન રઝાનો આ વીડિયો સામે આવતા જ રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે લઘુમતી મંત્રીનું પદ હાથમાંથી ગયા બાદ મોહસિન રઝા, દાનિશ આઝાદથી નારાજ છે. જે મંચ પર દેખાઇ ગયું. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે દાનિશને ધક્કો આપીને મોહસિન પોતે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક નજીક બેસી ગયા. મોહસિન રઝાની આ તોછડી હરકત છે કે તેમના દિલમાં મંત્રી પદ જવાનો ગુસ્સો છે? એ તો તેઓ જ કહી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp