રાહુલની વર્ડ પઝલમાં 5 પૂર્વ કોંગ્રેસી નેતાઓના નામ, કહ્યુ કે- સત્ય છુપાવે છે એટલે

PC: aajtak.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે એક ટ્વીટ કરી છે અને ટ્વીટમાં કોંગ્રેસના 5 પૂર્વ નેતાઓ પર નિશાન સધ્યું છે. જો કે રાહુલે ટ્વીટમાં જે વર્ડ પઝલ મુકી છે તે જોતા પહેલી નજરે ખ્યાલ ન આવે કે તેઓ શું કહેવાં માગે છે. પરંતુ પઝલને ધ્યાનથી જાતો ખબર પડે છે કે તેમણે કોંગ્રેસ છોડી ગયેલા 5 નેતાઓને લપેટામાં લીધા છે.

સૌથી પહેલા રાહુલના ટ્વીટ વિશે વાત કરીએ, ટ્વીટમાં તેમણે લખ્યું છે કે સત્ય છુપાવે છે, એટલે રોજ ભટકાવે છે. સવાલ એ જ છે કે, અદાણીની કંપનીઓમાં 20,000 કરોડ બેનામી રૂપિયા કોના છે? એ પછી તેમણે એક ફોટો એટેચ કર્યો છે જેમા અદાણી લખ્યુંહતું, પરંતુ એ જ અક્ષરોમાં અન્ય નામો પણ લખ્યા છે. જેમાં ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ કુમાર રેડ્ડી, હિમંતા બિસ્વા સરમા અને અનિલ એન્ટનીના નામ દેખાઇ રહ્યા છે.

ગુલામ નબી આઝાદ અનેક દશકોથી કોંગ્રેસની સાથે રહ્યા હતા અને એક વરિષ્ઠ નેતા તરીકેની તેમની ઓળખ હતી, પરંતુ લાંબા દિવસોની નારાજગી પછી ગુલમા નબીએ ઓગસ્ટ 2022માં કોંગ્રેસ સાથેથી છેડો ફાડ્યો હતો. પાર્ટી છોડ્યા પછી તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેમની તાજેતરમાં એક બુક પણ લોન્ચ થઇ છે. બુક લોન્ચ ઇવેન્ટ પછી પત્રકારોની વાતચીતમાં આઝાદે કહ્યું હતું કે, માત્ર હું નહીં અનેક કોંગ્રેસી નેતાઓએ રાહુલને કારણે કોંગ્રેસ છોડી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસમાં રહેવું હોય તો તમારે કરોડરજ્જૂ વગર રહેવું જરૂરી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરીને ક્હયું કે, તેઓ મહેનતી છે. કોંગ્રેસથી અલગ થયા પછી ગુલામ નબીએ ડેમોક્રેટીક આઝાદ નામની પાર્ટી શરૂ કરી છે.

અદાણીના ‘D’થી એક જમાનામાં પોતાના ઘનિષ્ઠ મિત્ર ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું છે. સિંધિયા પરિવાર સાથે ગાંધી ફેમિલીની દોસ્તી 2 પેઢીઓથી રહી છે, પરંતુ માર્ચ 2020ના દિવસે સિંધિયાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા હતા. દોસ્તીના મૂળિયા ભલે કમજોર થયા હોય, પરંતુ સિંધિયાએ અત્યાર સુધી રાહુલ સામે સીધું નિશાન નહોતું સાધ્યું. રાહુલના નિવેદનો પર કોંગ્રેસનો આતંરિક મામલો હોવાનું કહીને સિંધિયા ટાળી દેતા હતા. કોંગ્રેસી નેતાઓના નિવેદન પર પણ સિંધિયા ધ્યાન નહોતા આપતા. પરંતુ, શુક્રવારે જ્યોતિરાદિત્ય સિંધીયાએ સીધું રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે હવે એક જ વિચારધારા બચી છે જે દેશદ્રોહીની છે, એક વિચારધારા જે માત્ર દેશની વિરુદ્ધમાં જ કામ કરે છે.

એ પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ નેતા કિરણ રેડ્ડીનું નામ લખ્યું છે. આંધ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભાજપમાં જોડાઇ ગયા હતા. રેડ્ડીને ભાજપના નેતા પ્રહલાદ જોશીએ ભાજપનું સભ્ય પદ આપ્યું હતું. કિરણ રેડ્ડીએ થોડા દિવસો પહેલાંજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રેડ્ડીએ કહ્યું હતુ કે મેં ક્યારેય વિચાર્યુ પણ નહોતું કે મારે કોઇ દિવસ કોંગ્રેસ છોડવાનો વારો આવશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે મારો જુનો સંબંધ હતો, પરંતુ ખોટી નીતિઓને કારણે પાર્ટી ખાડામાં જઇ રહી છે. ભાજપમાં જવાના બીજા જ દિવસે રાહુલ ગાંધીએ કિરણ કુમાર રેડ્ડીને પઝલનો હિસ્સો બનાવી દીધા.

પૂર્વોત્તરમાં કોંગ્રેસના ધ્વજને લહેરાવવમાં હિંમત બિસ્વા સરમાનું હમેંશા મહત્ત્વનુ નામ રહ્યું હતું. વર્ષ 2011માં હિંમત બિસ્વાના દમ પર કોંગ્રેસે આસામમાં સરકાર બનાવી, પરંતુ કોંગ્રેસે તેમને એ દરજ્જો ન આપ્યો જેના તેઓ હકદાર હતા. હિંમતાએ અગાઉ અનેક વખત રાહુલ ગાંધી સમય નહીં આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. હિંમતા 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ હયા અને ભાજપે તેમને આસામના મુખ્યમંત્રી બનાવ્યા છે.

છેલ્લે રાહુલ ગાંધીએ ‘ADANI’નામ સાથે અનિલ લખ્યું છે. એ દ્રારા તેમણે તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયેલા અનિલ એંટની સામે નિશાન સાધ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ કે એંટનીના પુત્ર અનિલ એંટની ગુરુવારે ભાજપમાં જોડાઇ ગયા હતા.

જાન્યુઆરીમાં, તેમણે બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા તેમના ટ્વિટને પગલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. અનિલ એંટનીએ ટ્વીટ કર્યું કે ભાજપ સાથે ઘણા મતભેદો છે, પરંતુ તેમ છતાં દેશની સંપ્રભુતાને અસર કરશે. અનિલ એંટનીના આ ટ્વિટ બાદ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ હતી એ પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. એટલે પઝલમાં રાહુલ ગાંધીએ અનિલ એંટનીનું પણ નામ લખ્યું છે.

રાહુલ ગાંધીના ટ્વીટ પછી અનિલ એંટનીએ પલટવાર કર્યો છે, તેમણે ટ્વીટ કરીને જવાબ આપ્યો તે વરિષ્ઠ નેતાઓ સાથે મારું નામ લખવાને કારણે ખુશ છું. તમે જે નામો લખ્યા છે તે ગદ્દારોના નથી, પરંતુ દેશમાટે કામ કરનારા લોકોના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp