શરદ પવાર બાદ NCPમાં રાજીનામા ચાલુ, આવ્હાડ સહિત નેતાઓએ છોડ્યા પદ, આપ્યુ આ કારણ

PC: indianexpress.com

શરદ પવાર દ્વારા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામાં બાદ પાર્ટીમાં ઘટનાક્રમ તેજ છે. હવે NCPના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડનું કહેવું છે કે, તેઓ શરદ પવાર વિના પદ પર નહીં રહે. પદ પરથી રાજીનામું આપ્યા બાદ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, મેં રાષ્ટ્રીય મહાસચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને શરદ પવારને મોકલ્યું છે. થાણે NCPના બધા પદાધિકારીઓએ પણ પોતાના પદ છોડી દીધા છે. શરદ પવારના નિર્ણય બાદ લોકો રાજીનામું આપી રહ્યા છે.

જિતેન્દ્ર આવ્હાડને શરદ પવારના ખૂબ નજીકના અને ભરોસાપાત્ર નેતાઓમાં ગણવામાં આવે છે. તેઓ સુપ્રિયા સુલે સાથે પણ સારા સંબંધ રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે, અજીત પવારના પક્ષ પર દબાવ બનાવવા માટે શરદ પવાર બાદ બીજા નેતાઓના પણ રાજીનામાનો દાવ ચાલી રહ્યા છે. આ દરમિયાન મુંબઈના યશવંત રાવ ઓડિટોરિયમમાં NCPની મીટિંગ ચાલી રહી છે. આ બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ જેવા નેતા ઉપસ્થિત છે અને શરદ પવાર સાથે વાતચીત ચાલી રહી છે.

મીટિંગમાં પહોંચવા અગાઉ અજીત પવારે અધ્યક્ષ બનવાના સવાલ પર કહ્યું કે, હું નહીં બનું. આ વાતનો સવાલ જ ઊઠતો નથી. જો મને અધ્યક્ષ બનવા કહેવામાં આવશે તો હું તે માટે ના પાડી દઇશ. માનવામાં આવી રહ્યું છે કે અજીત પવાર પોતે અધ્યક્ષ બનવાની જગ્યાએ પોતાના કોઈ નજીકના જેમ કે પ્રફુલ પટેલને અધ્યક્ષ બનાવી શકે છે. તેઓ પોતે વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ છે. જે પ્રકારે શરદ પવારનો પક્ષ આક્રમક છે અને પોતાના નેતા માટે ભાવુક છે, તેનાથી ખેચતાણ વધતી દેખાઈ રહી છે.

રાજીનામું આપવા અગાઉ જિતેન્દ્ર આવ્હાડે શરદ પવારને અપીલ કરી હતી કે, તે પોતાનો નિર્ણય પાછો લઈ લે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે, શરદ પવાર પોતે જ આ નિર્ણય ન લઈ શક્યા. તેમણે કાર્યકર્તાઓની ભાવનાઓને સમજવું પડશે. જે તેમના સિવાય કોઈ બીજાને સ્વીકારી નહીં શકે. આવ્હાડે આ દરમિયાન અજીત પવાર પર પ્રહાર પણ કર્યો. તેમણે કહ્યું કે, કાલે કોઈએ આમને કહ્યું કે, તમે જઈને સાહેબને રાજીનામું લેવા ન કહેતા, પરંતુ લોકો શરદ પવારને પ્રેમ કરે છે. તમે તેમના પ્રેમને નહીં રોકી શકો. કાલે શરદ પવારે તો અહી સુધી કહી દીધું હતું કે આ વાતનો વિરોધ ન કરો. લોકો આમ પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp