- National
- ભારતના લોકતંત્ર પર દુનિયાનો કોઈ બીજો દેશ સવાલ ઉઠાવી શકે નહીં: ઉપરાષ્ટ્રપતિ ધનખડ
ભારતના લોકતંત્ર પર દુનિયાનો કોઈ બીજો દેશ સવાલ ઉઠાવી શકે નહીં: ઉપરાષ્ટ્રપતિ ધનખડ
એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમના પૂર્ણાહુતિ સેશનને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ભારત પ્રગતિ પથ પર અગ્રેસર છે અને ખૂબ ઝડપ સાથે આગળ વધી રહ્યો છે. તેને કોઈ નહીં રોકી શકે અને દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે. ભારતના લોકતંત્ર પર દુનિયાનો કોઈ બીજો દેશ સવાલ ઉઠાવી શકે નહીં કેમ કે, દુનિયામાં કોઈ બીજો દેશ આટલા લોકતાત્રિક ઢબે ઇવોલ્વ નથી, જેટલો ભારત. તેમણે આગળ કહ્યું કે, લોકતંત્રમાં કોઈ પણ એવો દાવો નહીં કરી શકે કે તે કાયદાથી ઉપર છે અને કાયદાની પહોંચથી બહાર છે.

પોતાના સંબોધનની શરૂઆતમાં ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડે ભારતીયોને રાષ્ટ્રના ઇતિહાસ પર ગર્વ કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, પોતાના નાયકોના સન્માનના રૂપમાં આવો આપણે પોતાના ઇતિહાસ પર ગર્વ કરવા અને ભારતીય હોવા પર ગર્વ કરવાનો સંકલ્પ લઈએ. રાષ્ટ્રહિતથી વધીને કઈ નહીં થઈ શકે. અનાવરણ કરવામાં આવતી કોફી ટેબલનો વિષય ખૂબ ઉપયુક્ત છે. હું રાહુલ જોશીજીને તેને પસંદ કરવાનો સાહસ કરવા બદલ શુભેચ્છા પાઠવું છું.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, IV લીગ યુનિવર્સિટીઓમાં દક્ષિણ એશિયાના અભ્યાસને નાણાકીય પોષિત કરવામાં આવી રહ્યો છે. એવો જ એક અભ્યાસ વર્ષ 2008માં સરકાર દ્વારા નાણાકીય પોષિત કરવામાં આવ્યો હતો. હવે આપણાં ઉત્તરી પાડોશી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે એક આખું પારિસ્થિતિકી તંત્ર આપણાં વિકાસને બાધિત કરી રહ્યું છે, આપણી સંસદ સહિત ભારતને પ્રભવિત કરી રહ્યા છે. આ સુનિયોજિય અને ભયાનક અભિયાનોને મીડિયા દ્વારા પ્રસારિત કરવા જોઈએ.

તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારના મુદ્દાઓને રાજનૈતિક ચશ્માથી કઈ રીતે જોઈ શકાય છે. લોકતંત્રમાં કોઈ પણ એવો દાવો નહીં કરી શકે કે તે કાયદાથી ઉપર છે અને કાયદાની પહોંચથી બહાર છે. ભ્રષ્ટાચારના મુદ્દાને એક વ્યક્તિના હિતમાં કેવી રીતે જોઈ શકાય છે? જો કોઈ કહે છે કે અમે અલગ છીએ તો તેના માટે કોઈ લોકતંત્ર નથી. કોઈ કાર્ડબોર્ડ લઈને અને નારા લગાવીને બીમારીથી નહીં લડી શકે. આપણે ક્યારેય વિચારી શકતા નહોતા કે ખેડૂતોને સીધા તેમના ખાતામાં પૈસા મળશે. આ પ્રક્રિયામાં વચેટિયા સમાપ્ત થઈ ગયા છે. આપણું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સપ્ટેમ્બર 2022માં દુનિયાથી સ્પર્ધા કરે છે. આપણે પોતાના ઔપનિવેશક શાસક UKને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ.

