ખુરશી પર ફેવિકોલ લગાવીને બેસ્યા છે નીતિશ કુમાર, પ્રશાંત કિશોરનું CM પર નિશાન

PC: thehindu.com

બિહારમાં એકવાર ફરી મહા ગઠબંધનની સરકાર બન્યા પછી રાજનૈતિક ગલીઓમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. આ દરમિયાન નેતાઓ એક-બીજા પર નિશાન સાધી રહ્યા છે. BJPની સાથે-સાથે હવે ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે પણ બિહારની નવી સરકાર પર નિશાનો સાધ્યો છે, તેમને મુખ્યમંત્રી નીતિશ કુમારના 20 લાખ નોકરીઓના વચનનો મજાક ઉડાવ્યો છે. નીતિશ કુમારે મહા ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રીના પદની શપથ લીધા પછી વચન આપ્યું હતું કે, બિહારના યુવાઓને 20 લાખ નોકરીઓની ભેટ આપવામાં આવશે.

પ્રશાંત કિશોર ઉડાવ્યો નીતિશના વચનનો મજાક

નીતિશ કુમારે કહ્યું હતું કે, બિહારમાં ઓછામાં ઓછી 10 લાખ સરકારી નોકરીઓ અને અન્ય 10 લાખ માટે ‘રોજગારની તકો’ નિર્માણ કરવામાં આવશે. નીતિશના નોકરીના વચન પર ટીકા કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો સરકાર આગામી બેથી ત્રણ વર્ષોમાં 5 થી 10 લાખની વચ્ચે પણ રોજગારની તકો નિર્માણ કરે છે, તો તે પોતાનું ‘જન સૂરજ અભિયાન’ સમાપ્ત કરી દેશે. તેમણે કહ્યું કે, હું તેમને (નીતિશ કુમાર) નેતા માની લઈશ.’

‘હજુ અનેક વાર બિહારની રાજનીતિ ફરશે’

પોતાના ‘જન સૂરજ અભિયાન’ હેઠળ સમસ્તીપુર પહોંચેલા પ્રશાંત કિશોરે બુધવારે મહા ગઠબંધન સરકાર પર જબરદસ્ત નિશાનો સાધ્યો છે. તેમને કહ્યું કે, ‘જે નિમણૂક પામેલા શિક્ષક શાળાઓમાં ભણાવી રહ્યા છે, તેમને તો સમયસર સરકાર સેલેરી આપી નથી રહી તો નવી નોકરીઓ ક્યાંથી આપી શકશે?’

પ્રશાંત કિશોરે દાવો કરતા કહ્યું કે, ‘આગામી સમયમાં રાજનૈતિક ઉથલ-પાથલ થશે, અત્યારે અમને આવીને 3 મહિના જ થયા અને બિહારની રાજનીતિ 180 ડિગ્રી ફરી ગઈ, આગામી વિધાનસભા ચૂંટણી આવતા-આવતા હજુ અનેક વાર બિહારની રાજનીતિમાં બદલાવ થશે.’

‘ફેવિકોલ લગાવીને ખુરશી પર બેસ્યા નીતિશ’

તેને નિશાનો સાધતા કહ્યું કે, ‘નીતિશ કુમાર ફેવિકોલ લગાવીને પોતાની ખુરશી પર બેસી ગયા છે અને અન્ય પાર્ટીઓ અહીંથી ત્યાં થતી રહી છે.’ પ્રશાંત કિશોરે કહ્યું કે, જનતાએ આ સરકારને વોટ નથી આપ્યો હતો, આ સરકાર જુગાડ પર ચાલી રહી છે, આને જનતાનો વિશ્વાસ પ્રાપ્ત નથી. તેમને વર્ષ 2005 થી 2010 ની વચ્ચેની NDA સરકારના કામની પણ પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp