ઔરંગાબાદમાં CM નીતિશ કુમારની સુરક્ષામાં ફરી ચૂંક, ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ ફેકી..
સમાધાન યાત્રા પર નીકળેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર પર લોકોનો ગુસ્સો ઔરંગાબાદમાં ફૂટી પડ્યો. અહીં લોકોનો ગુસ્સો માત્ર વાતો સુધી સીમિત રહ્યો નથી, પરંતુ આ વખત ખુરશીઓ પણ ફેકવામાં આવી. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આ ઘટના ત્યારે બની ગઈ, જ્યારે તેઓ સમાધાન યાત્રા દરમિયાન સોમવારે સાસારામ અને ઔરંગાબાદ ગયા હતા. આ પ્રવાસ દરમિયાન ઔરંગાબાદમાં નીતિશ કુમારને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી પર પ્લાસ્ટિકની ખુરશીઓ ફેકી દીધી. જો કે, આ હુમલામાં નીતિશ કુમાર માંડ માંડ બચી ગયા.
ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ એક તૂટેલી ખુરશીનો ટુકડો મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફ ફેકી દીધો. આ ટૂંકડો નીતિશ કુમારની બરાબર નજીકથી પસાર થયો અને થોડે દૂર જઈને પડ્યો. આ દરમિયાન ભારે તણાવની સ્થિતિ થઈ ગઈ. લોકોનો આક્રોશ જોઈને સુરક્ષાકર્મી પણ દંગ રહી ગયા. કોઈક રીતે સ્થિતિને નિયંત્રિત કરવામાં આવી અને લોકોને સમજાવ્યા. ખુરશીનો ટુકડો ફેકવાની જાણકારી મંચ પરથી પણ આપવામાં આવી, પરંતુ કોણે ફેક્યો તેની ઓળખ થઈ શકી નહોતી. ડ્રોન મોનિટરિંગની સ્થિતિમાં જ ફેકનારની ઓળખ થઈ શકે છે, પરંતુ ઘટનાસ્થળ પર ડ્રોન નહોતો.
આ ઘટના પર ઔરંગાબાદ જિલ્લા પ્રશાસન તરફથી સ્પષ્ટીકરણ પણ જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ખુરશીનો ટુકડો મુખ્યમંત્રી તરફ ષડયંત્ર હેઠળ ફેકવામાં આવ્યો નથી. ત્યાં લોકો અતિઉત્સાહમાં નારેબાજી કરી રહ્યા હતા, કેટલાક બાળકો મુખ્યમંત્રીને જોવા માટે ખુરશી પર ચડી ગયા. કદાચ આ જ સ્થિતિમાં ખુરશી તૂટીને તેનો ટુકડો ઊછળી ગયો અને અંદર તરફ આવી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે, કાર્યક્રમ બાદ લોકો પોતાની સમસ્યાઓ મુખ્યમંત્રીને સંભળાવવા માગતા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેઓ મુખ્યમંત્રી પાસે ન જઇ શક્યા.
આ દરમિયાન કોઈએ ગુસ્સામાં આવીને ખુરશીનો ટુકડો ફેક્યો. ઉલ્લેખનીય છે કે, આ પહેલી ઘટના નથી, જ્યારે મુખ્યમંત્રીને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોય. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં રવિવારે મોટી ચૂક જોવા મળી હતી. પટનાના બખ્તિયારમાં એક કાર્યક્રમ દરમિયાન યુવકે પાછળથી આવીને મુખ્યમંત્રીને મુક્કો લગાવી દીધો હતો. મુખ્યમંત્રીની સુરક્ષામાં ઉપસ્થિત પોલીસકર્મીઓએ યુવકને કસ્ટડીમાં લઈ લીધો હતો. યુવકની ઓળખ બખ્તિયારના શંકરના રૂપમાં થઈ છે. આ અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ પણ કટિહારના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp