આઠવલેએ કહ્યું, નીતિશ કુમારે NDAમાં પાછા આવી જવું જોઇએ, BJPએ કહ્યું નહીં લઈએ

PC: indiatoday.in

 કેન્દ્રની NDA  સરકારના સાથી પક્ષ Republican Party of India (A)ના પ્રમુખ અને કેન્દ્રમાં સોશિયલ જસ્ટીસ એન્ડ એમપાવરના રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે NDAમાં પાછા આવી જવું જોઇએ.નવા મહાગઠબંધનમાં તેમનો કોઇ ભાવ પુછતું નથી. તો બિહાર ભાજપના સિનિયર નેતાએ કહ્યું છે કે, ભાજપે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ કરી દીધા છે.

લોકસભા ચૂંટણી પહેલાં દેશના 26 વિપક્ષોએ ભેગા થઇને એક મહાગઠબંધન બનાવ્યું છે જેને  INDIA નામ આપવામાં આવ્યું છે.હવે આ મુદ્દા પર રામદાસ આઠવલેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારે પાછા NDAમાં આવી જવું જોઇએ. વિપક્ષી ગઠબંધનમાં તેમનો તિરસ્કાર થઇ રહ્યો છે. NDAમાં તેમનું સ્વાગત કરવામાં આવશે.

આઠવલેએ કહ્યું કે INDIA ગઠબંધનમાં અનેક લોકો પ્રધાનમંત્રી પદના દાવેદાકર છે. એટલે નીતિશ કુમારની ત્યાં દાળ ગળવાની નથી.INDIA નામ રાખવા પર નીતિશે નારાજગી દર્શાવી હતી.

આઠવલેએ કહ્યું કે વિપક્ષના ગઠબંધનને INDIA નામ આપવાથી ભારત દેશ નથી બની જતો. તેમનું જોડાણ ડેડ એલાયન્સ છે. તેમનાસાથે આવવાથી NDAને કોઈ ફરક નહીં પડે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત 350 સીટો સાથે સરકાર બનશે.કારણકે દેશની પ્રજા NDAની સાથે છે. 1 ઓગસ્ટે પુણેના કાર્યક્રમમાં શરદ પવાર અને PM મોદી એક મંચ પર ભેગા થવાના છે.

આઠવલેએ કહ્યું કે જ્યારે બંને દિગ્ગજ નેતાઓ મંચ પર ભેગા થશે તો અનેક વાતો થઇ શકે છે.મને લાગે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી અને શરદ પવાર વચ્ચે 2024ની ચૂંટણી સાથે લડવા વિશે પણ ચર્ચા થઇ શકે છે.

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું કે PM મોદી વાત કરશે તો કદાચ શરદ પવારનું મન બદલાઇ પણ જાય. અજિત પવાર તો અમારી સાથે જ છે.તેમણે કહ્યું કે વિપક્ષના લોકો મણિપુર જઇ શકે છે તો તેમને રાજસ્થાન, બંગાળ, છત્તીસગઢ જવામાં શું વાંધો છે?  વિપક્ષ મણિપુર જઇને શું રિપોર્ટ આપે છે તેની પર વિચારણા થશે.

તો બીજી તરફ બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, રામદાસ આઠવલે ન તો ભાજપના પ્રવક્તા છે કે ન તો NDAના. તેમનું કેન્દ્રીય મંત્રી અને તેમની પાર્ટીના નેતા તરીકે વ્યક્તિગત મંતવ્ય હોય શકે છે. સુશીલ મોદીએ કહ્યું કે,ભાજપે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp