બિહારમાં શું નવા-જૂની થવાની છે? 20 મિનિટની કેબિનેટ બેઠક, લાલુની દીકરીની 3 ટ્વીટ

PC: jagran.com

ખેલ ચાલુ છે, બિહાર પરિવર્તન તરફ અગ્રેસર' પૂર્વ મુખ્યમંત્રી જિતન રામ માંઝીના ચોંકાવનારા દાવાથી રાજ્યનું રાજકારણ ગરમ થઈ ગયું છે. જો કે, તેમની આ ટ્વીટમાં સત્ય પણ દેખાઈ રહ્યું છ. એવું એટલે કેમ કે ગુરુવારે થયેલી બિહાર કેબિનેટની બેઠકમાં એમ કહેવામાં આવી રહ્યું છે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે ખાસ વાતચીત ન થઈ. રિપોર્ટ્સ મુજબ, 20 મિનિટ સુધી ચાલેલી કેબિનેટ મીટિંગમાં બંને નેતાઓ વચ્ચે કોઈ સીધો સંવાદ ન થયો. બાકી બચેલી કસર લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ બેક ટૂ બેક ટ્વીટથી પૂરી કરી દીધી.

રોહિણી આચાર્યએ સતત 3 ટ્વીટ કરી, જેમાં નીતિશ કુમારનું નામ લીધા વિના જ જોરદાર એટેક કર્યો. જો કે, થોડા સમય બાદ આ ટ્વીટ ડીલિટ કરી દેવામાં આવી. રોહિણી આચાર્યએ X પર 3 પોસ્ટ કરી. પહેલી પોસ્ટમાં તેમણે લખ્યું કે, 'મોટા ભાગે કેટલાક લોકો પોતાની કમીઓ જોઈ શકતા નથી, પરંતુ કોઈ બીજા પર કીચડ ઉછાળવા માટે બદમાશીઓ કરતા રહે છે. બીજી પોસ્ટમાં તેમણે કહ્યું કે, 'ખીજવાઈને શું થશે, જ્યારે કોઈ પોતાનું ન થયું યોગ્ય. વિધિનું વિધાન કોણ ટાળે, જ્યારે પોતાની નિયતમાં જ ખોટ. તો ત્રીજી ટ્વીટમાં રોહિણી આચાર્યએ નીતિશ કુમારના સમાજવાદી પુરોધા હોવાના દાવા પર જ સવાલ ઊભા કરી દીધા.

રોહિણી આચાર્યએ કહ્યું કે, સમાજવાદી પુરોધા હોવાનો તેઓ દાવો કરે છે, હવાઓની જેમ બદલાતી જેમની વિચારધારા છે. રોહિણીની આ કમેન્ટથી સ્પષ્ટ થઈ ગયું કે બિહાર મહાગઠબંધનમાં ફરી ગેમ પલટી મારવા જઇ રહી છે. જો કે લાલુ યાદવની દીકરીની આ ટ્વીટ પર JDUએ આપત્તિ દર્શાવી, તેના થોડા સમય બાદ જ રોહિણીએ પોતાની ટ્વીટ ડીલિટ કરી દીધી. એ અગાઉ નીતિશ કુમારે જે પ્રકારે કર્પૂરી જયંતી પર પરિવારવાદના મુદ્દાને લઈને કમેન્ટ કરી તો તેને લઈને રાજ્યમાં ગરમાવો ચઢી ગયો છે.

કર્પૂરી ઠાકુરની 100મી જન્મ જયંતી પર બુધવારે JDU તરફથી પટનાની વેટનરી કૉલેજ મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, કર્પૂરી ઠાકુરની જેમ મેં પણ રાજનીતિમાં પોતાના પોતાના પરિવારને ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી. બિહાર જાતિ સર્વેક્ષણ કર્પૂરી ઠાકુરના સમાજિક ન્યાયની વકીલાતથી પ્રેરિત હતું. એ આખા ભારતમાં થવું જોઈએ. નીતિશે જે પ્રકારે આ કમેન્ટ કરી, સ્પષ્ટ લાગ્યું કે તેમણે પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ પર પ્રહાર કર્યો. એ પણ ત્યારે જે સમયે લાલુ યાદવની પાર્ટી RJD સાથે સરકાર ચલાવી રહ્યા છે. જો કે, નીતિશ કુમારે સીધી રીતે તેમનું નામ લીધું નહોતું.

નીતિશ કુમારનું નિવેદન આવવાના આગામી દિવસે એટલે કે રોહિણી આચાર્યએ રીએક્ટ કર્યું. રોહિણી આચાર્યએ બેક ટૂ બેક 3 ટ્વીટ કરીને મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ લીધા વિના જ ખૂબ સંભળાવ્યું. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી જિતન રામ માંઝીએ પણ બિહારની રાજનીતિક સ્થિતિને લઈને ચોંકાવનારો દાવો કર્યો. તેમણે ટૂંકમાં કહ્યું કે, 'ખેલ ચાલુ છે.. બિહાર પરિવર્તન તરફ અગ્રેસર.. જે પણ થશે રાજ્ય હિતમાં થશે..'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp