નીતિન ગડકરી બોલ્યા- ‘વોટ આપવા હોય તો આપો, માલ-પાણી નહીં મળે, લક્ષ્મી દર્શન..

PC: bjp.org

લોકસભાની ચૂંટણી અગાઉ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં બેનર-પોસ્ટર નહીં લગાવે. કોઈની ચા-પાણીની વ્યવસ્થા પણ નહીં કરે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું લોકોની ઈમાનદારીથી સેવા કરીશ, પરંતુ હું ન ખાઈશ અને ન કોઈને ખાવા દઇશ. શુક્રવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સિમેન્ટ કોન્ક્રિટથી બનેલા રસ્તાનું ઉદ્વઘાટન કરવા પહોંચ્યા હતા.

અહી તેમણે કાર્યક્રમને સંબોધિત કર્યો અને આગામી લોકસભાની ચૂંટણી બાબતે મોટી જાહેરાત કરી દીધી. નીતિન ગડકરીએ કહ્યું કે, મેં આ લોકસભાની ચૂંટણી માટે વિચારી લીધું છે કે બેનર-પોસ્ટર નહીં લગાવું. ચા-પાણી પણ નહીં કરાવીએ. વૉટ આપવા હોય તો આપો.. નહીં તો ન આપો. તમને (વૉટર્સને) માલ-પાણી નહીં મળે, લક્ષ્મી (પૈસા) દર્શન નહીં કરાવીએ. દેશી-વિદેશી (દારૂ) નહીં મળે. હું પૈસા ખાઉ પણ નહીં અને ખાવા પણ નહીં દઉં, પરંતુ તમારી સેવા ઈમાનદારીથી કરીશ. એ વિશ્વાસ કરો.

ઉલેખનીય છે કે નીતિન ગડકરી વર્તમાનમાં નાગપુરથી સાંસદ છે. તેમણે વર્ષ 2014 અને વર્ષ 2019માં અહીથી જીત હાંસલ કરી. નાગપુરમાં ભલે RSSનું મુખ્યાલય હોય, પરંતુ વર્ષ 2014 અગાઉ સુધી આ સીટ કોંગ્રેસનું ગઢ માનવામાં આવતી હતી. જો કે, ગડકરીએ આ મિથકને તોડ્યું અને બંને વખત ચૂંટણી જીતીને ભાજપના ખાતામાં આ સીટ આપી. મોદી સરકારમાં નીતિન ગડકરી સૌથી પરફોર્મરવાળા મંત્રીઓમાં ગણવામાં આવે છે. ગડકરી વર્ષ 2009 થી વર્ષ 2013 સુધી ભાજપાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

તેઓ મોદી સરકારમાં સડક પરિવહન અને હાઇવે મંત્રાલય સંભાળી રહ્યા છે. એ સિવાય ગડકરી મહારાષ્ટ્રમાં પણ લોક નિર્માણ વિભાગ મંત્રી તરીકે ચર્ચામાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરી પોતાની નીડર નિવેદનબાજી માટે જાણીતા છે. મોટા ભાગે જોવા મળે છે કે તેઓ પોતાના વિભાગ પાસે સંબંધિત કામોને લઈને એલર્ટ રહે છે. અહી સુધી કે ખુલ્લા મંચ પર કહે છે કે હું ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરતો નથી. સારી રીતે કામ કરવું જોઈએ. એટલું જ નહીં, ગડકરી કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતાં પણ જોવા મળે છે.

હાલમાં જ તેમણે વાશિમમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કોન્ટ્રેક્ટરોને પરેશાન ન કરો. હું વાશિમ જિલ્લાના બધા ધારાસભ્યો, સાંસદો અને અધિકારીઓને અનુરોધ કરું છું. હું કોન્ટ્રેક્ટર પર દબાવ નાખીશ અને કામ કરાવીશ, પરંતુ કૃપયા કોન્ટ્રેક્ટરને પરેશાન ન કરો, પરંતુ જો રોડ તૂટ્યો તો બુલડોઝરથી તોડી દઇશ. આ પ્રકારની ચેતવણી પણ ગડકરીએ કોન્ટ્રેક્ટરોને આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp