દેશમાં કોમન સિવિલ કોડ લાગૂ કરવા પર અત્યારે કોઇ નિર્ણય લીધો નથી: કાયદામંત્રી

PC: mid-day.com

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ દેશમાં કોમન સિવિલ કોડ લાગૂ કરવાને લઇને બધી અટકલોને નકારી દીધી છે. રાજ્યસભામાં તેમણે કહ્યું કે, કેન્દ્રએ આ સંબંધમાં અત્યાર સુધી કોઇ નિર્ણય લીધો નથી. કિરેન રિજિજુએ એક લેખિત સવાલના જવાબમાં સદનને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, વિધિ આયોગથી પ્રાપ્ત જાણકારી મુજબ, કોમન સિવિલ કોડ (UCC) સાથે સંબંધિત મામલો 22માં વિધિ આયોગ દ્વારા વિચાર માટે જઇ શકે છે એટલે કોમન સિવિલ કોડ કાર્યાન્વય પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 21મી વિધિ આયોગની અવધિ 31 ઑગસ્ટ 2018ના રોજ સમાપ્ત થઇ ગઇ. વર્તમાનમાં વિધિ આયોગની રચના 21 ફેબ્રુઆરી 2020ના રોજ કરવામાં આવી હતી, પરંતુ તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક આયોગનો કાર્યકાળ સમાપ્ત થવાથી મહિનાઓ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી. 21મી વિધિ આયોગે કોમન સિવિલ કોડથી સંબંધિત અલગ અલગ મુદ્દાઓની તપાસ કરી અને વ્યાપક ચર્ચા માટે પોતાની વેબસાઇટ પર પરિવાર કાયદામાં સુધાર નામનું એક પરામર્શ પત્ર અપલોડ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રાજ્યોને એક કોમન સિવિલ કોડને સુરક્ષિત કરવાના પોતાના પ્રયાસમાં ઉત્તરાધિકાર, લગ્ન અને છૂટાછેડા જેવા મુદ્દાઓને નક્કી કરનારા વ્યક્તિગત કાયદા બનાવવાનો અધિકાર છે. મંત્રીએ આ ટિપ્પણી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સભ્ય જોન બ્રિટાસ તરફથી પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કરી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું UCCના સંબંધમાં તમે પોતાના કાયદા બનાવનારા રાજ્યોને અવગત કરાવવામાં આવ્યા હતા.

 

તેના પર કિરેન રિજિજુએ કહ્યું હતું કે, ‘હા, સર. સંવિધાનના અનુચ્છેદ 44 રાજ્યને આ અધિકાર પ્રદાન કરે છે. વ્યક્તિગત કાયદા જેમ કે ઉત્તરાધિકાર, વારસો, લગ્ન અને છૂટાછેડા, સંવિધાનની સાતમી અનુસૂચીની સૂચિ-III સમાવર્તી સૂચીની પ્રવિષ્ટિ 5 સાથે સંબંધિત છે અને એટલે રજ્યોએ પણ તેના પર કાયદો બનાવવાનો અધિકાર છે. કોમન સિવિલ કોડ ભારતીય જનતા પાર્ટી (BJP)નો એક મુખ્ય ચૂંટણી મુદ્દો રહ્યો છે. વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તે ભાજપના મુખ્ય ચૂંટણી વાયદાઓમાં સામેલ હતો. ઉત્તરાખંડ અને ગુજરાત જેવા ભાજપ શાસિત કેટલાક રાજ્યોએ તેને લાગૂ કરવાની દિશામાં પગલાં ઉઠાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp