સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસને પોલીસકર્મીએ છાતીમાં ગોળી મારી, હાલત ગંભીર
ઓરિસ્સાના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ઝારસુગુડાના ધારાસભ્ય કિશોર દાસને એક પોલીસ કર્મીએ જનસભામાં જતી વખતે ગોળી મારી છે. કહવાઇ રહ્યું છે કે, ASI ગોપાલ દાસે લગભગ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં સ્વાસ્થ્ય મંત્રીની છાતીમાં ગોળી વાગી છે. આનન ફાનનમાં નબ કિશોર દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. ઘટના બપોરે લગભગ સવા બાર વાગે વ્રજરાજ નગરના ગાંધી ચોક પર થઇ છે.
અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, નબ કિશોર દાસ વ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં શામેલ થવા માટે આવ્યા હતા. સૂત્રો અનુસાર, પોલીસ કર્મીએ વાહનની બહાર નીકળ્યા બાદ નબ દાસ પર ગોળીબારી શરૂ કરી દીધી. ફાયરિંગ પાછળના કારણની હજુ સ્પષ્ટ જાણકારી મળી નથી શકી. આરોપિત પોલીસ કર્મીને હિરાસતમાં લેવામાં આવ્યા છે. પોલીસ કર્મીની પુછપરછ ચાલુ છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, જનસભામાં ભાગ લેવા માટે જતી વખતે નબ કિશોર દાશ પર ઓછામાં ઓછા 5 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. તેમની છાતીમાં ગોળી વાગી છે. દાસને સ્થાનિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ કાર્યક્રમ સ્થળ પર હડકંપ મચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રી પર ફાયરિંગની ઘટના બાદ બીજુ જનતા દળના કાર્યકર્તાઓના ધરણા પર બેસવાથી ત્યાં તણાવની સ્થિતિ પેદા થઇ છે.
ઉલ્લેખનીય છે કે, બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા નબ કિશોર દાસ હાલમાં જ ખબરોમાં હતા, જ્યારે તેમણે કથિત રૂપે મહારાષ્ટ્રના એક મંદિરના 1 કરોડ રૂપિયાથી વધારેનું સોનાનું કળશ દાન કર્યું હતું. દાસે કથિત રૂપે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરને 1.7 કિલોગ્રામ સોનુ અને 5 કિલોગ્રામ ચાંદીથી બનેલું કળશ દાન કર્યું હતું, જે દેશના પ્રસિદ્દ શનિ મંદિરોમાંથી એક છે.
નબ કિશોર દાસે ઝારસુગુડા વિધાનસભા ક્ષેત્રથી 2004માં પહેલી વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી, જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ 2009માં ફરી તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત્યા હતા. 2014ની ચૂંટણીમાં પણ દાસે કોંગ્રેસ પ્રત્યાશીના રૂપમાં ઝારસુગુડા વિધાનસભાથી ચૂંટણી લડીને જીત નોંધાવી હતી. વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ સતત ત્રીજી વખત આ સીટ પરથી ધારાસભ્ય ચૂંટાયા. નબ કિશોર દાસને ક્ષેત્રમાં પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp