વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ તમારે લેવી હોય તો તૈયાર થઇ જાઓ, આ રીતે મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સને 2 ઓક્ટોબરથી ફરી હરાજી થઈ રહી છે. આ વાતની જાણકારી આપતા સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સના આ ઇ-ઓક્શનની પાંચમી સીઝન છે. તેમાં કુલ 912 ગિફ્ટ્સ રાખવામાં આવી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશના પ્રવાસો દરમિયાન મળી છે. હરાજીથી મળેલી રકમનો ઉપયોગ નમામી ગંગેમાં થશે. તેમાં સૌથી ઓછી કિંમતનો સામાન 100 રૂપિયા અને સૌથી વધુ કિંમતના 64 લાખ રૂપિયા છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે, સંસ્કૃતિ મંત્રાલયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સ અને સ્મૃતિ ચિહ્નોની શાનદાર શૃંખલાને પ્રદર્શિત કરનાર એક ઇ-ઓક્શનની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી આ ગિફ્ટ્સને તમે ઇ-ઓક્શનના માધ્યમથી 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી ખરીદી શકો છો. તેના માટે તમારે https://pmmementos.gov.in/ પર જઈને સાઇન ઇન કરવું પડશે અને તમે બીજી વેબસાઇટ પર ઓક્શનમાં સામેલ થઇને પણ સામાન ખરીદી શકો છો. અહી પણ તમારે એ જ પ્રકારે ખરીદવું પડશે.
હવે સવાલ ઉઠે છે કે આ ઇ-ઓક્શનમાં કયો કયો સમાન ઓક્શન માટે હશે. તેનો જવાબ આપતા સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, આ ઇ-ઓક્શનમાં આપણાં સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરનારી કલાકૃતિઓનો એક અસાધારણ સંગ્રહ છે. ઇ-ઓક્શન માટે ઉપલબ્ધ સ્મૃતિ ચિહ્નોનો વિવિધિ સંગ્રહ, પારંપરિક કળાની એક શાનદાર શૃંખલા પ્રદર્શિત કરે છે, જેમાં પેઇન્ટિંગ, જટિલ મૂર્તિઓ, સ્વદેશી હસ્તશિલ્પ, આકર્ષક લોક અને આદિવાસી કલાકૃતિઓ સામેલ છે.
આ વસ્તુઓમાંથી કેટલાકને પારંપારિક રૂપે સન્માન અને શ્રદ્ધાના પ્રતિકના રૂપમાં પ્રદાન કરવામાં આવે છે, જેમાં પારંપરિક અંગવસ્ત્રમ, સાલ, ટોપી અને ઔપચારિક તલવારો સામેલ છે. આ ઇ-ઓક્શનની ઉત્કૃષ્ઠ કલાકૃતિઓમાં મોઢેરા સુર્યમંદિર અને ચિતોડગઢના વિજય સ્તંભ જેવા વસ્તુંશિલ્પ ચમત્કારોની પ્રતિકૃતિઓ પણ સામેલ છે. ચંબા રૂમાલ, પટ્ટચિત્ર, ઢોકરા કળા, ગોંડ કળા અને મધુબની કળા જેવા ઉલ્લેખની ટુકડા સ્થાયી અને ગાઢ સાંસ્કૃતિક સારને પ્રતિબિંબિત કરે છે જે વિવિધ સમુદાયોના મૂર્ત અને અમૂર્ત બંને પહેલુઓને સામેલ કરે છે.
આ ઇ-ઓક્શન સફળ ઓક્શનોની સીરિઝમાં પાંચમી સીઝન છે, જેમાંથી પહેલી વર્ષ 2019માં થઇ હતી. ગત સીઝનોને અનુરૂપ આ ઇ-ઓક્શનથી મળતી રકમનો ઉપયોગ એક નેક કામ માટે કરવામાં આવશે. વિશેષ રૂપે નમામિ ગંગે કાર્યક્રમ માટે. કેન્દ્ર સરકારની આ પ્રમુખ પહેલ આપણી રાષ્ટ્રીય નદી ગંગાના સંરક્ષણ અને પુનર્સ્થાપન અને તેના નાજુક પારિસ્થિતિકી તંત્રને વધારવા માટે સમર્પિત છે.
આ ઓક્શનના માધ્યમથી મળનારી રકમનો ઉપયોગ નેક કાર્યમાં કરવામાં આવશે, જેથી આ અમૂલ્ય રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા પ્રત્યે આપણી અતૂટ પ્રતિબદ્ધતા મજબૂત થશે. સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, અત્યાર સુધી 4 સીઝનોમાં લગભગ 7,000 ગિફ્ટ્સ લોકો ખરીદી ચૂક્યા છે. 33 હજાર કરોડ રૂપિયા અત્યાર સુધી ઇ-ઓક્શનથી આવ્યા છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની અંદર યાત્રાઓ દરમિયાન ગિફ્ટ્સ મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp