ઈલેક્શન કમિશનના આ નિર્ણયનો વિરોધ કેમ કરી રહ્યું છે વિપક્ષ

PC: thestatesman.com

રિમોટ વોટિંગ મશીન પર વિપક્ષી પાર્ટીઓની બેઠક થયા બાદ રવિવારે (15 જાન્યુઆરી 2023ના રોજ) કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓએ સર્વસંમતીથી રિમોટ વોટિંગ મશીન પર ચૂંટણી પંચના પ્રસ્તાવનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. રિમોટ વોટિંગ મશીનના પ્રસ્તાવામાં ભારે રાજનૈતિક વિસંગતિઓ, પ્રવાસી મજૂરોની પરિભાષા સ્પષ્ટ નથી. ચૂંટણી પંચે 29 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, તેણે ચૂંટણીમાં મતદાતાઓની ભાગીદારી વધારવા માટે ઘરેલુ પ્રવાસી વૉટરો માટે રિમોટ ઇલેક્ટ્રિક વોટિંગ મશીનનું એક શરૂઆતી મોડલ તૈયાર કર્યું છે.

ચૂંટણી પંચે 16 જાન્યુઆરીના રોજ રિમોટ વોટિંગ મશીન પર ચર્ચાને લઇને એક મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ચૂંટણી પંચે બધી રાષ્ટ્રીય પાર્ટીઓના અધ્યક્ષો અને મહાસચિવોને બોલાવ્યા છે. રિમોટ EVMના પ્રદર્શન દરમિયાન ચૂંટણી પંચની ટેક્નિકલી વિશેષજ્ઞ સમિતિના સભ્ય પણ ઉપસ્થિત રહેશે. આ મીટિંગમાં બધી રાજનૈતિક પાર્ટીઓ સમક્ષ આ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. રિમોટ વોટિંગ મશીનનું ઉદ્દેશ્ય કોઇ પણ પોતાના વોટિંગ અધિકારથી વંચિત ન રાખવાનું છે.

જાણો શું છે રિમોટ વોટિંગ મશીન?

દેશના કોઇ પણ ખૂણામાં કે ભારતથી બહાર રહેતા દરેક મતદાતા પોતાના મતાધિકાર પ્રયોગ કરી શકે. તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જાણકારી આપી હતી. રિમોટ વોટિંગ મશીન, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું જ મોડિફાઇડ વર્ઝન છે. તેના દ્વારા ભારત બહાર રહેતા પ્રવાસીઓને પણ વોટ કરવામાં સરળતા થશે, પરંતુ કોંગ્રેસ તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહી છે. જો તેને લાગૂ કરવામાં આવે છે તો પ્રવાસી મતદાતાઓને પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા માટે પોતાના ગૃહ જિલ્લાઓની યાત્રા કરવાની જરૂરિયાત નહીં રહે.

જો કે, કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ EVMને લઇને પણ સવાલ ઉઠાવતી રહી છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ રવિવારે પોતાના જન્મદિવસના અવસર પર EVMને લઇને સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, આગામી સમયમાં ચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે. બહુજન સમજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મુખ્ય ચૂંટણી કમિશનરને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પુરજોરથી માગ કરતા કહ્યું હતું કે, દેશમાં EVMને લઇને લોકોમાં જાત-જાતની આશંકાઓ છે અને તેને સમાપ્ત કરવા માટે સારું એ જ હશે કે હવે અહીં આગળ નાની-મોટી બધી ચૂંટણીઓ પહેલાંની જેમ બેલેટ પેપરથી જ કરાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp