કર્ણાટક જીત પછી કોંગ્રેસ બતાવી રહી છે પાવર, વિપક્ષોની 12 જૂનની બેઠક રદ

PC: ndtv.com

પાટનામાં 12 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP) વિરોધી પાર્ટીઓની થનારી પહેલી વિપક્ષી એકતા મીટિંગ ટળી ગઈ છે. બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડ (JDU) નેતા નીતિશ કુમારે કહ્યું કે, 12 જૂનના રોજ મીટિંગ નહીં થાય કેમ કે, કેટલીક પાર્ટીઓના અધ્યક્ષ આવી શકતા નહોતા. આ વાત પર કેટલીક પાર્ટીઓનું કહેવું હતું કે, એ સારું નહીં હોય, એટલે બેઠકને અત્યારે ટાળી દીધી છે. જ્યારે બધી પાર્ટીઓના અધ્યક્ષ બેઠક માટે ઉપલબ્ધ હશે તો મીટિંગ થશે. નીતિશ કુમારે કહ્યું કે, તેમણે કોંગ્રેસને પણ એ કહી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કે રાહુલ ગાંધી 12 જૂનના રોજ થનારી મીટિંગ માટે ઉપલબ્ધ નહોતા એટલે કોંગ્રેસે બેઠકની તારીખ વધારવા કહ્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે, જો 12 જૂનના રોજ મીટિંગ થશે તો તેમની તરફથી એક મુખ્યમંત્રી સહિત 2 નેતા જશે. પટનામાં સોમવારે પત્રકારો સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે, 12 જૂનની મીટિંગ માટે મેક્સિમમ સમર્થન આવી ગયું હતું, પરંતુ એક-બે લોકો એ દિવસ નહોતા. તો અમે કોંગ્રેસને કહી દીધું કે તમે લોકો પણ વાત કરી લો. જોઈ લો. ત્યારબાદ જે તારીખ નક્કી થશે તેમાં થશે.

નીતિશ કુમારે એ સ્પષ્ટ કર્યું કે, બધી પાર્ટીઓના પ્રમુખોએ આવવાનું છે. પ્રમુખોના બદલે કોઈ પ્રતિનિધિ આવે એ સારું નથી. બીજી પાર્ટીઓના લોકો પણ કહેવા લાગ્યા કે કોંગ્રેસ તરફથી કોઈ બીજું આવશે, એ સારું નહીં રહે. પછી અમે કોંગ્રેસને બતાવી દીધું કે એવું નહીં થાય. બીજા દિવસે થશે. નવી તારીખ નક્કી થશે તો બધાને કહેવામાં આવશે.

નીતિશ કુમારની પહેલ પર અને તેમની મેજબાનીમાં થનારી વિપક્ષી પાર્ટીઓની આ મીટિંગમાં જનતા દળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સિવાય પશ્ચિમ બંગાળાથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષ મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટી (SP) અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીથી આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રથી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવાર, ઉદ્ધવ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત વામપંથી પાર્ટીના નેતાઓ આવવાના સમાચાર હતા. કોંગ્રેસ તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે 12 જૂનના રોજ મીટિંગ થશે તો પટના નહીં જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp