શું રાહુલ ગાંધી જિન્ન છે, કે તેમણે પોતાને જ માર્યા છેઃ ઓવૈસી

PC: jagran.com

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીને તેમના એ નિવેદનની મજાક ઉડાવી છે, જેમાં તેમને કહેવાયું હતું કે, રાહુલ ગાંધી હવે ફક્ત લોકોના મગજમાં છે, પણ હવે તેમને મારી ચૂક્યા છે. ઔવૈસીએ તેના પર મજાક કરતા પુછ્યું કે, શું તેઓ જિન્ન છે, જે તેમણે પોતાને જ માર્યા છે.

ઓવૈસીએ હૈદરાબાદમાં કહ્યું કે, આ કોંગ્રેસની હાલત છે. એક 50 વર્ષના વ્યક્તિનું કહેવું છે કે, તેમણે ઠંડીને મારી નાખી છે, તેણે પોતાને જ મારી નાખી છે. તુ શું છે પછી? જીન? જો તમે પોતાને મારી નાખ્યા છે, તો એ વ્યક્તિ કોણ છે? જો મેં આવું કંઇ કહ્યું હોત, તો લોકો વિચારતે કે મને ચૂંક આવે છે.

હાલમાં જ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રામાં તેમની છબિમાં ફેરફાર વિશે પુછવામાં આવ્યું હતું. રાહુલે ત્યારે કહ્યું કે, તમારા મગજમાં રાહુલ ગાંધી છે. મેં તેને ઘણા સમય પહેલા મારી નાખ્યો છે. તમે જે વ્યક્તિને હાલ જોઇ રહ્યા છો, તે રાહુલ ગાંધી નથી. બની શકે કે તમે તેને જોઇ શકશો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કોઇએ હિંદુ ધર્મને સારી રીતે જોયો છે, તો તે મારા આ નિવેદનને બરાબર રીતે સમજી શકે છે. પોતાના ભાષણમાં ઓવૈસીએ ફરીથી RSS પ્રમુખ મોહન ભાગવતના હાલના નિવેદન પર નિશાનો સાધ્યો કે, મુસલમાનોએ વર્ચસ્વની પોતાના નિવેદનો છોડવા પડશે.

ઔવૈસીએ કહ્યું કે, હું ગર્વ સાથે કહ્યું છું કે, હું મુસલમાન છું અને મને એ વાત પર ગર્વ છે કે, 1300 વર્ષની શાનદાર પરંપરાઓ મારી વિરાસત છે. હું આ વિરાસતનો એક નાનો હિસ્સો પણ ગુમાવવા માટે તૈયાર નથી. તેની રક્ષા કરવું એ મારું કર્તવ્ય છે.

તેમણે આગળ કહ્યું કે, મને એક ભારતીય નાગરિક હોવા પર ગર્વ છે. હું એ અવિભાજ્ય એકતાનો અંગ છું, જે ભારતની રાષ્ટ્રીયતા છે. ઓવૈસીએ કહ્યું કે, મોહન ભાગવતે 1000 વર્ષોના હિંદુ યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે. તમે આટલા વર્ષોથી કોની સાથે લડી રહ્યા છો? ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ થઇ ચૂક્યા છે અને RSSનું આઝાદીમાં કોઇ પ્રકારનું યોગદાન ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp