નૂહ હિંસા પર ઔવેસીનો સવાલ, માત્ર ગરીબ મુસલમાનોના ઘરો પર જ કેમ બુલડોઝર ચલાવાય છે?
હરિયાણામાં હિંસા પછી હવે સરકારે આરોપાીઓના ઘરો પર બુલ઼ડોઝર ફેરવાવનું શરૂ કર્યું છે, તેની સાથે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે.ઔવેસીએ સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે.
હરિયાણાના નૂહમાં તાજેતરમાં ભડકી ઉઠેલી હિંસા પછી સરકારે ગેરકાયદે બાંધાકામો પર બુલડોઝર ચલાવવાનું શરૂ કરી દીધું છે. અ વિશે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ સવાલ ઉઠાવ્યો છે. ઔવેસીએ કહ્યુ કે નૂહની હિંસા પછી હરિયાણા સરકાર ગરીબ મુસલમાનોને નિશાન બનાવી રહી છે.
सुप्रीम कोर्ट ने कहा था कि कोई भी बुलडोज़र एक्शन लेने से पहले सरकार को क़ानून की प्रक्रिया (due process) का पालन करना होगा।बिना बिल्डिंग मालिक को अपनी बात रखने का मौका दिए कोई कार्रवाई नहीं हो सकती।
— Asaduddin Owaisi (@asadowaisi) August 6, 2023
बस इल्ज़ाम की बुनियाद पर सैकड़ों ग़रीब परिवारों को बेघर कर दिया गया।भले ही संघी… https://t.co/w2V1YPOXaz
AIMIMના પ્રમુખ ઓવૈસીએ ટ્વીટ કરીને લખ્યુ કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ બુલડોઝરની કાર્યવાહી કરતા પહેલા, સરકારે કાયદાની પ્રક્રિયાને અનુસરવી પડશે. બિલ્ડિંગ માલિકને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવાની તક આપ્યા વિના કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. માત્ર આરોપોના આધાર પર સેંકડો ગરીબ પરિવારોને બેઘર કરવામાં આવ્યા.
ઔવેસીએ કહ્યુ કે, ભલે સંઘીઓ પોતાની હિંસા પર ગર્વ અનુભવતા હોય, પરંતુ એ ન તો કાયદાની રીતે યોગ્ય છે કે ન તો માનવતાની રીતે વાજબી છે. હરિયાણામાં માત્ર ગરીબ મુસ્લિમોને નિશાન બનાવવામાં આવે છે અને એકતરફી કાર્યવાહી કરવામાં આવે છે. વાસ્તવિક ગુનેગારો બંદુક લઇને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ખટ્ટર સરકાર તેમના ઘુંટણિયે પડી ગઇ છે. ઔવેસીએ હરિયાણા સરકાર પર સવાલ ઉઠાવયા કહ્યુ હતું કે,માટીના મકાનો અને ઝૂંપડપટ્ટીઓ તોડીને પોતાને તાકાતવર સમજવું શું મોટી વાત છે?"
હરિયાણામાં 31 જૂલાઇ, સોમવારે સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી અને હિંસાના 3 દિવસ પછી હરિયાણા સરકાર હિંસામા સામેલ લોકોને શોધી શોધીને તેમના ઘરો પર બુલડોઝરો ફેરવી રહી છે.
#WATCH | Haryana | A hotel-cum-restaurant being demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. pic.twitter.com/rVhJG4ruTm
— ANI (@ANI) August 6, 2023
રવિવારે સહારા ફેમિલી રેસ્ટોરન્ટ પર બુલડોઝર ચલાવતા વખતે હરિયાણાના ડિસ્ટ્રીક્ટ પ્લાનર વિનેશ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, આ ઇમારત પુરી રેતી ગેરકાયદેસર હતી અને તેને સરકારના વિભાદ દ્રારા નોટિસ પણ આપવામાં આવી હતી. આજે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ એક હોટલ અને રેસ્ટોરન્ટ છે જે ગેરકાયદેસર છે. અહીંથી પસાર થયેલી યાત્રા પર ગુંડાઓઅ પથ્થરમારો કર્યો હતો.
હરિયાણામાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે,જેમાં 2 પોલીસવાળા પણ સામેલ છે.
હરિયાણાના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) મમતા સિંહના જણાવ્યા અનુસાર, શનિવાર, 5 ઓગસ્ટ સુધી, રાજ્યમાં લગભગ 104 FIR નોંધવામાં આવી છે, જેમાં લગભગ 216 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 83 લોકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp