વિપક્ષની બેઠકમાં નહીં બોલાવાતા ઔવેસીની પાર્ટી નારાજ, કહ્યું-અમે રાજનીતિના અછૂત
અમે લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાની કોશિશ કરી રહ્યા છે અને અમને જ વિપક્ષની બેઠકમાં આમંત્રણ આપવામાં ન આવ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મણ મણ ભરીને અપશબ્દો બોલનારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને સ્ટેજ પર બેસાડાયા, પણ અમને નજર અંદાજ કરવામાં આવ્યા. આ વ્યથા ઔવેસીની પાર્ટી All India Majlis-E-Ittehadul Muslimeen (AIMIM)એ વ્યકત કરી છે.
બેંગુલુરુમાં 17 અને 18 જુલાઇએ વિપક્ષ પાર્ટીઓની બેઠક મળી હતી, જેમાં 26 પાર્ટીઓ સામેલ હતી,દેશભરના વિપક્ષો એક મંચ પર ભેગા થઇને PM મોદીને લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે હરાવવા તેના મનોમંથન માટે ભેગા થયા હતા, તેમાં અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMને આમંત્રણ નહીં અપાતા AIMIMએ નારાજગી વ્યકત કરી છે. વિપક્ષી એકતા માટે સજેલા મંચથી નજર-અંદાજ કરવા માટે AIMIMએ વિપક્ષની બેઠક સામે નિશાન સાધ્યું છે.
AIMIMએ કહ્યું કે તેમની સાથે રાજકીય અછૂત જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું કે જે પાર્ટીઓ પોતાને બિનસાંપ્રદાયિક કહે છે, તેમણે જ AIMIMને તેમની બેઠકમાં આમંત્રણ નહોતું આપ્યું, અમે તેમના માટે રાજકીય અસ્પૃશ્ય બની ગયા છીએ. તેમણે કહ્યું કે બેંગલુરુમાં મળેલી બેઠકમાં જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે હતા તેઓને પણ બોલાવીને સાથે બેસાડવામાં આવ્યા હતા.
AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણનો JDU નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને PDP વડા મહેબૂબા મુફ્તી તરફ ઇશારો હતો.
26 વિપક્ષી પક્ષોએ, મંગળવારે બેંગલુરુમાં યોજાયેલી તેમની બેઠકમાં, Indian National Devlopental Inclusive Alliance ( India)નાનામની જાહેરાત કરી હતી. નવું મહાગઠબંધન હવે આ નામથી ઓળખાશે.
પહેલાં આ ગઠબંધનનું નામ, Indian National Democratic Inclusive Alliance ( India) રાખવાનું વિચારાયું હતું, પરંતુ કેટલાંક નેતાઓએ એવો તર્ક આપ્યો કે ડેમોક્રેટીક શબ્દ રાખવાથી ભારતીય જનતા પાર્ટીના આગેવાની વાળા National Democratic Alliance (NDA)નો ભાવ આવે છે એટલે ડેમોક્રેટીકને બદલે ડેવલપમેન્ટલ કરી દેવામાં આવ્યું.
વારીસ પઠાણે કહ્યું કે ગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસને અપશબ્દો બોલનાર અરવિંદ કેજરીવાલ પણ આ બેઠકમાં સામેલ હતા. તેમણે કહ્યું કે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વિપક્ષ તેમને સાઈડલાઈન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp