ચિદમ્બરમે જણાવ્યું-રાહુલની લોકસભાની સભ્યતા રદ્દ થઈ ગયા બાદ હવે કોંગ્રેસ શું કરશે

PC: ndtv.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સભ્યતા ગયા બાદ કોંગ્રેસે આખા દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. આ દરમિયાન કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને RJD સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે, પરંતુ લોકોના મનમાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસની આગામી રણનીતિ શું હશે? અને કોંગ્રેસ આ મુદ્દાને કઇ રીતે દેશવ્યાપી બનાવશે? આ સવાલોને લઈને એક ન્યૂઝ ચેનલે કોંગ્રેસના સીનિયર લીડર પી. ચિદમ્બરમ સાથે વાત કરી હતી. તેમણે આ મુદ્દા પર કોંગ્રેસની આગળની રણનીતિ અને પ્રદર્શનો બાબતે જણાવ્યું. ચિદમ્બરમે કહ્યું કે, આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટી જરાય અચંબિત નથી.

અમને (કોંગ્રેસ) પહેલાથી જ અંદાજો હતો કે આ પ્રકારનો નિર્ણય આવી શકે છે. રાહુલ ગાંધીને મોકલવામાં આવેલી સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પર તેમણે કહ્યું કે, તેમને પણ એ જ આશા હતી કે સરકારનું આગામી પગલું આ જ રહેવાનું છે. આ બધુ પ્લાનિંગ હેઠળ થયું છે. જો આ મુદ્દાને થોડા પહેલાથી જોવાનું શરૂ કરીશું તો ખબર પડશે કે બધુ પ્લાનિંગ હેઠળ થયું છે. તેમણે પોતાના જીવનમાં આ પકારનો કોઈ કેસ જોયો નથી, જેમાં દોષીને મહત્તમ સજા (2 વર્ષ) સંભળાવી હોય. ચિદમ્બરમે કહ્યું કે, તેમણે પોતે આ બાબતે તપાસ કરી. ઘણા જજો સાથે સાથે કાયદા સાથે જોડાયેલા લોકો સાથે પણ વાત કરી, પરંતુ તેના જાણકારોએ પણ આ પ્રકારના કેસમાં અત્યાર સુધી મહત્તમ સજાનો કેસ સાંભળ્યો નથી.

કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીની સભ્યતા જવા પર તેમણે કહ્યું કે, બધુ કાયદા મુજબ કરવામાં આવ્યું નથી. રાહુલ ગાંધી પોતાની જાતે અયોગ્ય થયા નથી. તેમને એક ઓથોરિટી (લોકસભા સચિવાલય)એ અયોગ્ય જાહેર કર્યા છે. રાહુલ ગાંધીની સભ્યતા ન તો રાષ્ટ્રપતિ અને ન તો ચૂંટણી પંચે રદ્દ કરી છે. તેમની અધ્યક્ષતા પર નિર્ણય લોકસભા અધ્યક્ષે પણ લીધો નથી. તેઓ આ નિર્ણય પાછળ અન્યાયની ગુંજાઈશ બાબતે વાત કરી રહ્યા છે. જ્યારે ચિદમ્બરંને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ આગળ શું નિર્ણય લેશે? શું સુરત કોર્ટના નિર્ણયને જિલ્લા કોર્ટમાં પડકાર આપવામાં આવશે?

આ સવાલ પર તેમણે કહ્યું કે, જરૂર એમ જ થશે. જિલ્લા સિવાય હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટનો વિકલ્પ પણ બચ્યો છે. ચિદમ્બરમે આશા વ્યક્ત કરી કે તેમને ન્યાય જરૂર મળશે. ચિદંબરમને પૂછવામાં આવ્યું કે રાહુલની સભ્યતા જવા પર જનતામાં કોઈ ગુસ્સો નજરે પડી રહ્યો નથી. લોકો રસ્તા પર ઉતરતા દેખાઈ રહ્યા નથી. તો તેના પર ચિદમ્બરમે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી લોકો કોઈ મુદ્દાને લઈને રસ્તા પર ઉતર્યા નથી. જો CAA-NRC ની વાત કરીએ તો તેમની વિરુદ્ધ માત્ર મુસ્લિમ સમાજના લોકો જ રસ્તા પર ઉતર્યા હતા અને આ વાતથી તેઓ ચિંતિત પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp