પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન

PC: bbc.com

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થઇ ગયું. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. તેની સારવાર સંયુક્ત અરબ અમીરાત (UAE)ની અમેરિકન હૉસ્પિટલમાં ચાલી રહી હતી. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ, અમાઇલોઇડોસિસ બીમારીથી ઝઝૂમી રહ્યો હતો. પરવેઝ મુશર્રફનો જે છેલ્લો વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળ્યું કે, તે ચાલવામાં અસમર્થ હતો. તે પૂરી રીતે વ્હીલ ચેરના ભરોસે હતો અને ભોજન પણ કરી શકતો નહોતો.

11 ઑગસ્ટ 1943ના રોજ પરવેઝ મુશર્રફનો જન્મ દરિયાઇ ગંજ નવી દિલ્હીમાં થયો હતો. વર્ષ 1947માં તેના પરિવારે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો. વિભાજનના માત્ર થોડા દિવસ અગાઉ જ તેનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચ્યો હતો. તેના પિતા સઇદે પાકિસ્તાન સરકાર માટે કામ કરવાની શરૂઆત કરી અને વિદેશ મંત્રાલય સાથે જોડાયો. ત્યારબાદ તેના પિતાની બદલી તુર્કીમાં થઇ, વર્ષ 1949માં તે તુર્કી જતો રહ્યો. થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે તુર્કીમાં રહ્યો, ત્યાં જ તેણે તુર્કી ભાષા બોલવાની પણ શીખી.

મુશર્રફ પોતાના યુવા કાળમાં ખેલાડી રહ્યો છે. વર્ષ 1957માં તેનો આખો પરિવાર પાકિસ્તાન આવતો રહ્યો. તેનું પ્રાથમિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રીટ શાળામાં થયું અને કૉલેજનો અભ્યાસ લાહોરના ફોર્મેન ક્રિશ્ચિયન કૉલેજમાં થયો. પરવેઝ કારગિલ યુદ્ધના સમયે પાકિસ્તાની સેનાનો જનરલ હતો. ઘણા પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુશર્રફે કારગિલ યુદ્ધને લઇને તાત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હતા. મુશર્રફે તાત્કાલિક વડાપ્રધાન નવાઝ શરીફને દેશ બહાર જતા જ વર્ષ 1999માં સૈન્ય તખ્તાપલટ કરી દીધો હતો. એ સમયે નવાઝ શરીફ શ્રીલંકન પ્રવાસે ગયા હતા.

પરવેઝ મુશર્રફ એ વ્યક્તિ છે જેને પાકિસ્તાનમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત પેશાવર હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટની 3 સભ્યોની પીઠે એવી સંભળાવી હતી. પાકિસ્તાનમાં 3 નવેમ્બર 2007ના રોજ ઇમરજન્સી લગાવવા અને ડિસેમવબર 2007ના મધ્ય સુધી સંવિધાનને સસ્પેન્ડ કરવાના ગુનામાં પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરવેઝ મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષી ઠેરવવામાં આવ્યો હતો. 79 વર્ષીય પરવેઝ મુશર્રફે વર્ષ 1999થી વર્ષ 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઇમાં રહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp