પાકિસ્તાનની કિન્નર શહજાદી રાય અને ચાંદની શાહ કરાંચીની કોર્પોરેટર બની

પાકિસ્તાનની બે ટ્રાન્સજેન્ડર મહિલાઓ આખી દુનિયામાં ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છીએ શહજાદી રાય અને ચાંદની શાહની. શહઝાદી રાય અને ચાંદની શાહ બંને કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત્યા છે. આ કારણે તેઓઆખી દુનિયામાં ચર્ચામાં આવી ગયા છે અને લોકો તેમને ખોબા ભરી ભરીને અભિનંદન આપી રહ્યા છે. આ બંને ટ્રાન્સેજેંડકર મહિલાઓ ચર્ચામાં આવવાનું કારણ એ છે કે પાકિસ્તાનમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડર આ પદ પર પહોંચ્યા હોય.ચૂંટણી જીત્યા બાદ બંનેને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને તેમને તેમની ફરજો સોંપવામાં આવી છે. આને કારણે તેમને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
કરાંચી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કાઉન્સીલર બન્યા પછી શહજાદી રાયે ટ્વીટ કરીને કહ્યું છે કે,અમારી ટીમની મહેનત અને સમર્પણ આખરે ફળીભૂત થઇ છે. સમુદાયની સેવા કરવા અને વધુ સમાન અને સમાવિષ્ટ સમાજ તરફ કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી તે એક સન્માનની વાત છે.
શહઝાદી રાયએ આગળ કહ્યું કે હું ટ્રાન્સજેન્ડર રાઈટ્સ એક્ટિવિસ્ટ છું, હું જેન્ડર ઈન્ટરએક્ટિવ એલાયન્સમાં વાયોલન્સ કેસ મેનેજર છું. મને મારા સમુદાય માટે સેવા કરવાનો ગર્વ છે. કોર્પોરેટર બન્યા બાદ શહેઝાદીને દુનિયાભરમાંથી પ્રશંસા અને અભિનંદન મળી રહ્યા છે. લોકો તેની સાથે તસ્વીર પણ પડાવી રહ્યા છે.
શહજાદી રાય પાકિસ્તાનની યુવા ટ્રાન્સજેંડર છે જેની ઉંમર 40 વર્ષથી ઓછી છે. શહજાદીનું જેવું નામ છે એટલી જ તેની ખુબસુરતી પણ છે. ભલભલા લોકો શહજાદીને જોઇને મંત્રમુગ્ધ થઇ જાય છે.
પાકિસ્તાનની ફેડરલ શરિયત કોર્ટે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એક્ટ, 2018ને ફગાવી દેતા નિરાશા વચ્ચે, શાહ અને રાયની ચૂંટણી અને શપથ ગ્રહણના સમાચાર આશાના કિરણો તરીકે જોવામાં આવી રહ્યા છે. શહજાદી રાય પાકિસ્તાનમાં ખ્વાજાસિરા સમુદાયના કાયદાકીય અધિકારો માટે સતત રાજકીય કાર્યકર તરીકે કામ કરી રહી છે. તેવી જ રીતે, ચાંદનીશાહ JI સાથે જોડાયેલા, ટ્રાન્સજેન્ડર અધિકારો માટે અગ્રણી વકીલ છે.
દુનિયાભરમાં એવા ઘણા ટ્રાન્સજેન્ડર છે જેમણે સમાજમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. પાકિસ્તાનમાં પણ આવા જ કેટલાક ટ્રાન્સજેન્ડરો હવે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા મહિને જ ટ્રાન્સજેન્ડર અલીના ખાનને મિસ ટ્રાન્સ પાકિસ્તાન 2023નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અલીના ખાન પણ સામાન્ય ટ્રાન્સજેન્ડર નથી. જ્યારે તેણીને મિસ ટ્રાન્સ પાકિસ્તાન 2023નો તાજ પહેરાવવામાં આવે છે, ત્યારે કલ્પના કરો કે તેણી કેટલી સુંદર હશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp