26th January selfie contest

રાઘવ ચઢ્ઢા અને પરિણીતિની સગાઈની તૈયારી શરૂ, તારીખ પણ આવી ગઈ સામે

PC: twitter.com

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા એન પોલિટિશિયન રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા સમયથી પોતાના અફેરના સમાચારોને લઈને ચર્ચામાં બન્યા છે. જો કે, આ કપલે અત્યાર સુધી રિલેશનશીપને લઈને સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, પંજાબી સિંગર હાર્ડી સંધૂએ તેમના સંબંધો પર મ્હોર લગાવી હતી. તો આમ આદમી પાર્ટી (AAP)ના સંસદ સંજીવ અરોડાએ પણ કપલને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. આ બધા વચ્ચે હવે કપલની સગાઈની તારીખ પણ સામે આવી ગઈ છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ કે, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા ક્યારે એક-બીજાને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવવાના છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા આ અઠવાડિયે 10 એપ્રિલના રોજ સગાઈ કરી શકે છે. પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા દિલ્હીમાં એક એન્ટિમેટ રિંગ સેરેમની બાદ પોતાના સંબંધોને સત્તાવાર કરશે. કપલનું સગાઈ ફન્ક્શનમાં માત્ર તેમના ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જ સામેલ થશે. આ બધા વચ્ચે ગત દિવસોમાં પરિણીતિ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. રેડ સ્વેટર, બ્લેક પેન્ટ અને બુટ્સ પહેરીને એક્ટ્રેસ હંમેશાંની જેમ સુંદર લાગી રહી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ દરમિયાન પરિણીતિ ચોપડા ચશ્મા પહેરીને નજરે પડી હતી અને તેણે પોતાના વાળોને ખુલ્લા છોડ્યા હતા. તો હવે પેપરાજીએ તેને પૂછ્યું કે, ક્યાં જઈ રહી છે, તો એક્ટ્રેસે શરમતા કહ્યું કે, તે લંડન જઈ રહી છે અને અહીં સુધી કે વિશ્વાસ અપાવવા માટે એક્ટ્રેસે પોતાનો બોર્ડિંગ પાસે દેખાડવાની વાત પણ કહી. ઉલ્લેખનીય છે કે, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના ડેટિંગના રૂમર્સ કપલના સતત 2 દિવસ મુંબઇમાં લંચ અને ડિનર ડેટ પર સ્પોટ કર્યા બાદ છવાઈ ગઈ હતી. ત્યારબાદ તો બંને ઘણી વખત એરપોર્ટ પર સાથે સ્પોટ કરવામાં આવ્યા. હાલમાં જ રાઘવ ચઢ્ઢા એક્ટ્રેસને રીસિવ કરવા માટે દિલ્હી એરપોર્ટ પર પણ નજરે પડ્યા હતા.

પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાની એન્ગેજમેન્ટ ગત દિવસોમાં ખૂબ ચર્ચામાં રહી છે. ગત દિવસોમાં પરિણીતિની કઝીન સિસ્ટર પ્રિયંકા ચોપડા પણ પોતાની ફેમિલી સાથે મુંબઈ પહોંચી છે. ત્યારબાદ જ એવી ચર્ચા થઈ રહી છે કે પ્રિયંકા નિક જોનાસ અને દીકરી માલ્તી સાથે પરિણીતિના લગ્નમાં સામેલ થવા માટે અહી આવી છે. જો કે, તેની સાથે કેટલાક પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પણ હતા, જેના માટે પ્રિયંકા ચોપડા આ સમયે ભારતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp