સચિન પાયલટ ગદ્દાર છે, ક્યારેય CM ના બની શકેઃ CM અશોક ગેહલોત

PC: thewire.in

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હવે સંયમ ગુમાવી ચુક્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે ગુજરાતમાં પ્રચાર કરવા પહોંચેલા અશોક ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરી, જેમા તેઓ પોતાના પૂર્વ ડેપ્યૂટી સચિન પાયલટ પર વરસી પડ્યા અને સમગ્ર વાતચીતમાં તેમને છવાર ગદ્દાર કહીને સંબોધ્યા. તેમણે કહ્યું, એક ગદ્દાર મુખ્યમંત્રી ના બની શકે... હાઇકમાન સચિન પાયલટને મુખ્યમંત્રી ના બનાવી શકે, એક એવી વ્યક્તિ, જેની પાસે 10 ધારાસભ્યો પણ નથી.. એવો વ્યક્તિ, જેણે વિદ્રોહ કર્યો... તેમણે પાર્ટી સાથે છળ કર્યું, તેઓ ગદ્દાર છે.

ઈન્ટરવ્યૂ દરમિયાન એશોક ગેહલોતે 2020માં થયેલી બગાવત વિશે વાત કરી, આ સંભવતઃ હિન્દુસ્તાનમાં પહેલીવાર થયુ હશે, જ્યારે એક પાર્ટી અધ્યક્ષે પોતાની જ સરકાર તોડી પાડવાનો પ્રયત્ન કર્યો. અશોક ગેહલોતે કોઈ પુરાવા રજૂ ના કર્યા, પરંતુ કહ્યું કે આ બગાવતને BJPએ ફંડ કર્યું હતું અને તેની પાછળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત BJPના વરિષ્ઠ નેતા સામેલ હતા.

તે સમયે, બે વર્ષ સુધી રાજસ્થાનના ડેપ્યૂટી CM રહી ચુકેલા સચિન પાયલટ 19 ધારાસભ્યોને લઈને દિલ્હીની નજીક એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં પહોંચી ગયા હતા. આ કોંગ્રેસને સીધો પડકાર હતો- ક્યાં તો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, અથવા તેઓ કોંગ્રેસ છોડીને ચાલ્યા જશે અને આ જ કારણે થોડાં જ રાજ્યોમાં શાસન કરી રહેલી પાર્ટી એક રાજ્યમાં તૂટી પણ ગઈ હતી.

પરંતુ, આ પડકાર નિષ્ફળ સાબિત થયો કારણ કે, 46 વર્ષીય સચિન પાયલટ કરતા 56 વર્ષ સીનિયર અશોક ગેહલોતે તેમને સરળતાથી પટક્યા હતા અને તેમણે પણ એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં જ 100 કરતા વધુ ધારાસભ્યોને લઈ જઈને પોતાની તાકાત બતાવી હતી. સ્પષ્ટ થઈ ગયુ કે, બંને નેતાઓમાં કોઈ કોમ્પિટિશન જ નહોતી. સચિન પાયલટે આ નિષ્ફળતા બાદ પરિણામ પણ ભોગવવુ પડ્યું હતું. એક સમજૂતિ તૈયાર કરવામાં આવી અને દંડ તરીકે તેમને પાર્ટી પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા, સાથે જ તેમને ઉપમુખ્યમંત્રીના પદ પરથી પણ હટાવવામાં આવ્યા.

અશોક ગેહલોતે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો કે, તે બગાવત દરમિયાન સચિન પાયલટે બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગેહલોતે કહ્યું, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા... એ લોકોની વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. ત્યારબાદ તેમણે ફરી પુરાવા વિના આરોપ લગાવ્યો કે સચિનની સાથે હાજર ધારાસભ્યોમાંથી કોઈકને પાંચ કરોડ મળ્યા, કોઈકને 10 કરોડ. આ રકમ દિલ્હીની BJP ઓફિસમાંથી ઉઠાવવામાં આવી. અશોક ગેહલોતે એવુ પણ કહ્યું કે, સચિન પાયલટ કેમ્પના લોકોને મળવા માટે ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી વાતચીત માટે મોકલવામાં આવેલા નેતાઓએ મુલાકાત ના કરવા દીધી.

હાલમાં જ નવા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અશોક ગેહલોતના નામની ચર્ચા અને રાજસ્થાનના નવા CM બનાવવા અંગેની વાત પર અને તેને માટે બોલાવાયેલી બેઠક અને તેને લઈને થયેલા વિવાદ અંગે ગેહલોતે કહ્યું હતું કે, તે ધારાસભ્યો મુખ્યમંત્રીના વફાદાર નહોતા, તે હાઇકમાનના વફાદાર હતા. તે વિવાદાસ્પદ બેઠકમાં હું સામેલ નહોતો અને તેનો દોષ સચિન પાયલટને જ મળવો જોઈએ કારણ કે, તેમણે જ એ થિયરી ઉડાવી હતી કે તેમને CM બનાવવામાં આવશે. એક અફવા ઉડાવવામાં આવી કે સચિન પાયલટને CM બનાવવામાં આવશે તેમણે પોતે જ આ વાત ફેલાવી હતી. લોકોને લાગ્યું કે તેમને CM બનાવવામાં આવશે. તેના કારણે ધારસભ્યો નારાજ થઈ ગયા કે તેમને કઈ રીતે CM બનાવી શકાય. કારણ કે, તેમણે પોતે જ સરકારને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. અશોક ગેહલોત પણ એવુ જ વિચારે છે, તેમણે કહ્યું હતું કે, હું સહમત છું, કોઈ ગદ્દારને મુખ્યમંત્રી કઈ રીતે બનાવી શકાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp